પોરબંદર : જિલ્લાના રાણાવાવ વિવેકાનંદ સ્કૂલ નજીક એક વાડી પાસે દીપડાએ બે દિવસ પહેલા એક વાછરડીનું મારણ કર્યું હતું. આથી વનવિભાગ દ્વારા ત્યાં પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું અને તારીખ 27ના રોજ આ દીપડો ઝડપાઇ ગયો હતો. આ ઉપરાંત ગઈકાલે તારીખ 28 એપ્રિલના રોજ પણ બાવળા વાવ નજીક આવેલા અરભમભાઇ ઓડેદરાની વાડીમાં દિપડાએ દેખા દીધી હતી અને પાડીનું મારણ કર્યું હતું.
પોરબંદર જિલ્લાના રાણાવાવ વિસ્તારમાં બે દિવસમાં બે દીપડા પાંજરે પુરાયા
પોરબંદરના રાણાવાવમાં તારીખ 27 એપ્રિલના રોજ વિવેકાનંદ સ્કૂલ પાસેથી દીપડો ઝડપાયો હતો. જ્યારે તારીખ 28 એપ્રિલના રોજ બાવળા વાવ પાસે ખેતરમાંથી વનવિભાગના પિંજરામાં વધુ એક દીપડો ઝડપાયો હતો. આમ બે દિવસમાં બે દીપડા ઝડપાયા હતા.
Ranavav
વન વિભાગ દ્વારા પાંજરું મુકતા પાંજરામાં ઝડપાઇ ગયો હતો, આમ બે દિવસમાં બે દીપડા ઝડપાયા હોવાનું રાણાવાવ ફોરેસ્ટ અધિકારી અમિત વાણીયાએ જણાવ્યું હતું.
ઝડપાયેલા દીપડાની મેડિકલ તપાસ કરવામાં આવશે અને એક ચિપ ફીટ કરવામાં આવશે, ત્યારબાદ આ દીપડાને બરડા અભયારણ્ય ખાતે છોડી મૂકવામાં આવશે.