પોરબંદરઃ દેશભરના લોકોએ 5 એપ્રિલના રોજ કોરોના મહામારીથી બચવા વડાપ્રધાન મોદીના દીપ પ્રજ્વલિત કરવાનું આહવાન કર્યું હતું. પોરબંદરના તમામ લોકો સહિત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ પોરબંદરના સાંદિપની આશ્રમમાં આવેલા હરિ મંદિરે દીપ પ્રજ્વલિત કરી વિશ્વને કોરોનાથી બચાવવા પ્રભુને પ્રાર્થના કરી હતી.
ભાગવત કથાકાર રમેશ ઓઝાએ દીપ પ્રજ્વલિત કરી વડાપ્રધાન મોદીની અપીલને કર્યું સમર્થન - Covid 19
કોરોના સામેની મોટી લડતમાં 21 દિવસના લૉકડાઉન વચ્ચે 5 એપ્રિલે વડાપ્રધાન મોદીએ રાત્રે 9 કલાકે 9 મીનિટ સુધી દીપ પ્રજ્વલિત કરવાનું આહ્ન કર્યું હતું. જેનું ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝાએ સમર્થન કર્યું હતું અને દીપ પ્રગટાવી આ લડાઇમાં સહકાર આપ્યો હતો.
ભાગવત કથાકાર રમેશ ઓઝાએ પણ દીપ પ્રજ્વલિત કરી વડાપ્રધાન મોદીની અપીલને કર્યું સમર્થન
ઉલ્લેખનીય છે કે, આ લડાઇમાં સામાન્ય લોકો સહિત બૉલિવૂડ સેલેબ્સ પણ જોડાયા છે અને સોશિયલ મીડિયામાં સૌ કોઇ દીપ પ્રજ્વલિતના ફોટા અને વીડિયો શેર કરીને સહકાર વ્યક્ત કરી રહ્યા છે.