લોકસભામાં ગુજરાતી ભાષામાં રજૂઆત કરનાર પ્રથમ સાંસદ રમેશ ધડુક
ખેડૂતોમાં ઘેડ વિસ્તારની સમસ્યાનું કાયમી નિકાલ આવે તેવી આશા જાગી
લોકસભામાં ગુજરાતી ભાષામાં રજૂઆત કરનાર પ્રથમ સાંસદ રમેશ ધડુક સામાન્ય નાગરિક પ્રજા માટે રમેશ ધડુકનું 108 જેવું કામ કાજ સ્થળ પર ઘણા પ્રશ્નો નું નિરાકરણ લાવે છે
વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીના સર્વેમાં વધુમાં વધુ લોક સમ્પર્ક કરતા ગુજરાતના પ્રથમ અને દેશમાં ત્રીજા ક્રમાંકના સાંસદ
પોરબંદરઃ જિલ્લાના ઘેડ પંથક સહિત બરડા પંથકમાં પણ વરસાદે તારાજી સર્જી છે, ત્યારે ઘેડ પંથકમાં વધુ નુકસાન સર્જાયું છે અને ખાસ કરીને આ વિસ્તાર રકાબી આકારનો હોવાથી ખેતરમાં 20 દિવસ સુધી પાણી ભરાઈ રહે છે અને ખેડૂતોને દર વર્ષે ભારે હાલાકી ભોગવવાનું વારો આવે છે. ત્યારે દર વર્ષે અનેકવાર રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. પરંતુ લોકસભામાં પ્રથમવાર આ મુદ્દાઓની રજૂઆત સાંસદ રમેશભાઈ ધડુક એ કરી છે.
લોકસભામાં ગુજરાતી ભાષામાં રજૂઆત કરનાર પ્રથમ સાંસદ રમેશભાઇ ધડુક પોરબંદર લોકસભા સીટ પરના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા પ્રજા પાસે જઈને લોકસંપર્કની જવાબદારી બખૂબી નિભાવી છે. પોરબંદરના સાંસદ કોરોનાની મહામારી સમયે પણ લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યમાં ફસાયેલા અનેક લોકોને મદદ કરી પરત પોતાના પરિવારજનો પાસે પહોંચાડ્યા હતા, આ ઉપરાંત કોરોના જેવી પરિસ્થિતિમાં સાંસદો દ્વારા કરવામાં આવેલ જનસંપર્કનું એક સર્વે કરવામાં આવ્યો હતો.
લોકસભામાં ગુજરાતી ભાષામાં રજૂઆત કરનાર પ્રથમ સાંસદ રમેશ ધડુક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ધવલ પટેલ અને તેની ટીમ દ્વારા કરાયેલા સર્વેમાં કેન્દ્રમાં ઇન્દોરના સાંસદ શંકરલાલ વાણી પ્રથમ ક્રમાંકે તથા ઘરના સાંસદ સંજય બાટીયા બીજા ક્રમાંકે અને પોરબંદરના સાંસદ રમેશ ધડુક તથા ખજૂરાહોના વિષ્ણુદત ત્રીજા ક્રમાંકે રહ્યા છે. તો ગુજરાતમાં વધુમાં વધુ જનસંપર્ક કરનાર સાંસદ તરીકે રમેશભાઈ ધડુક પ્રથમ ક્રમાંકે છે.
લોકસભામાં ગુજરાતી ભાષામાં રજૂઆત કરનાર પ્રથમ સાંસદ રમેશ ધડુક આધ્યાત્મિક જીવનમાં વધુ રસ ધરાવનાર તથા કોઈ પ્રકારનો ભેદભાવ વગર કામ કરનાર નેતા રમેશભાઈ ધડુક વધુમાં વધુ લોક હિતના કાર્ય કરે અને લોકસભામાં પોરબંદર વિસ્તાર સહિતના અનેક પ્રશ્નોને વાચા આપે તથા હંમેશા લોક સંપર્કમાં રહે તેવી શુભેચ્છાઓ આગેવાનો અને લોકોએ પાઠવી હતી.
લોકસભામાં ગુજરાતી ભાષામાં રજૂઆત કરનાર પ્રથમ સાંસદ રમેશ ધડુક