પોરબંદર લોકસભા માટે ભાજપના ઉમેદવાર રમેશ ધડુક સવારે ગોંડલથી તેમના નિવાસસ્થાનેથી તેઓ માતાજીના દર્શન કરીને 600 થી વધુ કારના કાફલા સાથે અને પોતાના સમર્થકો સાથે પોરબંદર ફોર્મ ભરવા જવા રવાના થયા હતા રમેશ ધડુકે શક્તિ પ્રદર્શન કર્યું હતું લક્ઝુરિયસ કારનો કાફલો રમેશ ધડુકે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથે આ વિસ્તારમાં ખાસ માછીમારોના પ્રશ્નોને લઇને કામ કરશે અને અપહૃત માછીમારોના પરિવારને આર્થિક મદદ મળે તે માટે કામ કરવાની વાત કરી હતી રમેશ ધડુક પોતાની ઉમેદવારી નોંધાવવા પોરબંદર ગયા ત્યારે લ્કઝુરિયસ કારનો કાફલો જોવા મળ્યો હતો.
પોરબંદરમાં ભાજપના ઉમેદવાર રમેશ ધડુકે યોજ્યો રોડ-શૉ, નોંધાવી ઉમેદવારી - amit shah
પોરબંદરઃ પોરબંદર લોકસભા માટે ભાજપના ઉમેદવાર રમેશ ધડુક સવારે ગોંડલથી તેમના નિવાસસ્થાનેથી તેઓ માતાજીના દર્શન કરીને 600 થી વધુ કારના કાફલા સાથે અને પોતાના સમર્થકો સાથે પોરબંદર ફોર્મ ભરવા જવા રવાના થયા હતા રમેશ ધડુકે શક્તિ પ્રદર્શન કર્યું હતું લક્ઝુરિયસ કારનો કાફલો રમેશ ધડુકે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
રમેશ ધડુક
રમેશ ધડુકની સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા. પોરબંદર સુધી વિશાળ કારના કાફલા સાથે રોડ શો યોજી શક્તિપ્રદર્શન યોજ્યું હતું પોરબંદરના સુદામા ચોક ખાતે રમેશ ધડુકની સભા યોજાઇ હતી તેના સમર્થનમાં જયેશ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જશુમતીબેન કોરાટ સહિત ભાજપના આગેવાનો જોડાયા હતા.