પોરબંદરના સાંસદ રમેશ ધડૂકે મેડિકલ સાધનો માટે 56 લાખની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી - પોરબંદરમાં કોરોનાની અસર
વિશ્વભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. ત્યારે દેશમાં લોકોને ત્વરિત મેડિકલ સહાય મળી રહે તેવા ઉદ્દેશ્યથી પોરબંદરના સાંસદ રમેશ ધડૂકે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારીને રજૂઆત કરી છે. પોરબંદર સહિતના વિસ્તારો માટે અલગ-અલગ હોસ્પિટલોમાં મેડિકલ સાધનોની તાત્કાલિક ફાળવણી કરવાની રજૂઆત કરી છે.
પોરબંદરના સાંસદ સભ્ય રમેશ ધડુકે મેડિકલ સાધનો માટે 56 લાખની ગ્રાન્ટ ફાળવી
પોરબંદરઃ શહેરમાં આવેલી ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ માટે 4 વેન્ટિલેટર અને જૂનાગઢ જિલ્લામાં માસ્ક, સેનેટાઈઝર જેવા આરોગ્યલક્ષી સાધનો અને રાજકોટ જિલ્લા માટે વાઈરસ અટકાવવા સક્ષમ માસ્ક, સેનેટાઇઝર જેવી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત જણાતા રજૂઆત કરી છે. નોંધનીય છે કે, પોરબંદર લોકસભા બેઠકના સાંસદ રમેશ ધડૂકે જાગૃત સાંસદ તરીકે તાત્કાલિક સેવાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી છે.