- હોસ્પિટલમાં ઓછા ઓક્સિજન લેવલ વાળા દર્દીઓની મોટી લાઇન
- પોરબંદરના તબીબોનું ડેપ્યુટેશન બંધ કરવા માંગ કરી
- નવી ખાનગી હોસ્પિટલોને કોવિડમાં સરકાર રૂપાંતરિત કરે તેવી માંગ
પોરબંદર: ગુજરાતભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં પણ કોરોનાના કેસ વધે છે પરંતુ સરકારે એકાએક અર્બન હેલ્થ સેન્ટર પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પાંચ કરતાં વધારે દર્દીઓના આર્ટીફીસીયલ ટેસ્ટ ન કરવાની સૂચના આપી છે, જેના કારણે આવનારા દિવસમાં પોરબંદર જિલ્લામાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ શકે છે તેવા હોવાનો આક્ષેપ કોંગ્રેસ સમિતિના પ્રધાન રામદેવ મોઢવાડિયાએ કર્યા છે.
દર્દીઓ ઓક્સિજન બેડની રાહ જોઈને બેઠા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રામદેવ મોઢવાડિયાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં જણાવ્યું હતું કે સરકારે એકાએક અર્બન હેલ્થ સેન્ટર પ્રાયમરી હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી સેન્ટરમાં પાંચ કરતાં વધારે દર્દીઓને આર્ટિફિશિયલ ટેસ્ટ ન કરવાની સૂચના આપી છે ત્યારે તેમાં સંક્રમણ વધી કરી શકે તેમ છે આ ઉપરાંત સરકારી તથા સરકાર માન્ય તમામ ખાનગી સેન્ટરો ફુલ થઇ ગયા છે. ઘણા દર્દીઓના હોસ્પિટલમાં ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછા છે અને આવા દર્દીઓ ઓક્સિજન બેડની રાહ જોઈને બેઠા છે.