- આમ આદમી પાર્ટીમાં રામભાઈ ભૂતિયાની પોરબંદર શહેર પ્રમુખ તરીકે નિમણૂક
- રામભાઈએ ત્રિપલ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે
- આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ પાઠવ્યા અભિનંદન
પોરબંદર : સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. ત્યારે દરેક રાજકીય પક્ષ મજબૂત બનાવા સક્રિય થયા છે. પોરબંદરમાં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી દ્વારા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લડવાના મુડમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પોરબંદર શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીમાં રામભાઈ ભૂતિયાની પોરબંદર શહેર પ્રમુખતરીકે નિમણુક આમ આદમી પાર્ટી પોરબંદર મહેર સમાજ તેમજ
પોરબંદર શહેરમાં નામના ધરાવતા રામભાઈ પુંજાભાઈ ભૂતિયાએ ત્રિપલ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે. જેમાં BSc. અને વકીલાતની ડિગ્રી પણ મેળવી છે. તેમને હાલ કન્સ્ટ્રકશનનો વ્યસાય કરતા અને સેવાભાવી એવા રામભાઈ ભૂતિયાને આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા પોરબંદર શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. આવનાર સમયમાં રામભાઈ ભૂતિયા દ્વારા પોરબંદરની જનતા માટે વિકાસના કામ તેમજ ભ્રષ્ટાચારમુક્ત રાજકીય તેમજ સરકારી કામ થાયએ હેતુથી કામ કરતા રહે તેવી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.