પોરબંદર : શહેરના મ્યુનિસિપલ કાઉન્સીલરે રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીને પત્ર લખીને પોરબંદરથી રાજકોટ સુધીના 4 ટોલનાકામાંથી 2 ટોલનાકા દૂર કરવા રજૂઆત કરી છે. પોરબંદર શહેરના મ્યુનિસિપલ કાઉન્સીલર ફારૂક સુર્યાએ નીતિન ગડકરીને પત્ર લખીને જણાવ્યું છે કે, દેશની પ્રજાને વાહન વ્યવહાર માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના રસ્તાઓ અને ટ્રાન્સપોટેશન ક્ષેત્રે દેશ પ્રગતિ સાથે વિકાસ કરી રહ્યો છે, ત્યારે પોરબંદરથી રાજકોટ જવા રવાના થતાની સાથે ટોલનાકા શરૂ થાય છે. જે 180 કી.મી. જેટલા પ્રવાસમાં 4 ટોલ નાકા આવે છે.
કેટલો ટેક્સ ચૂકવવો પડે : વધુમાં જણાવ્યું હતું કેે, નિયમ મુજબ પોરબંદરથી 80 કિમી બાદ પહેલો ટોલટેક્ષ હોવો જોઈએ અને બે ટોલનાકા વચ્ચેનું અંતર 80 કિમી કરતાં વધારે હોવું ન જોઈએ. તેના બદલે પોરબંદર રાહે૨ની હદ મુકતાની સાથે જ માત્ર 10 કિમીના અંતરે જ વનાણા ટોલનાકું આવે છે. ત્યારબાદ 3 ટોલનાકા ખાતે વાહન ચાલકોએ ટેક્સ ચૂકવવો પડે છે. પોરબંદરથી રાજકોટ પહોંચતા સુધીમાં જ ચાલકોએ 330 રૂપિયા જેટલી જંગી ટેક્સ ચૂકવવો પડે છે.
આ પણ વાંચો :Dehradun news: દેહરાદૂન લછીવાલા ટોલ પ્લાઝા પર અચાનક દેખાયા 'ગજરાજ', હાઈવે પર અંધાધૂંધી