પોરબંદરઃ કોરોના મહામારી સામે લડવા તબીબો અને પોલીસ વિભાગ સહિત સરકારી અધિકારીઓ રાતદિવસ કરી રહ્યા છે, ત્યારે પડતર પડેલી દૂધની અને અન્ય મીઠાઈઓ ખાઈને લોકોમાં ફૂડ પોઇઝનિંગ ન થાય તેની ખાસ કાળજી રાખી નગર પાલિકાના ફુડ વિભાગ દ્વારા એક ઝુંબેશ હાથ ધરાઈ હતી. પોરબંદર શહેરની તમામ સ્વીટ માર્ટની દુકાનોમાં અને દૂધની બનાવટ વેચતા વેપારીઓની દુકાને જઇને મોટી માત્રામાં મીઠાઈ અને ફરસાણ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
પોરબંદરમાં ફૂડ વિભાગે પડતર મીઠાઈ અને ફરસાણના જથ્થાનો નાશ કર્યો
કોરોના વાઈરસની મહામારી વિશ્વભરમાં ફેલાઇ છે, ત્યારે આરોગ્ય અંગેના તકેદારીના પગલાં અનુસાર લોકડાઉન સમયે અનેક લોકોના આરોગ્યની જાળવણી માટે પોરબંદર ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં રહેલી પડતર મીઠાઈઓ અને ફરસાણના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
પોરબંદરમાં પડતર મીઠાઈ અને ફરસાણનો જથો નાશ કરતું ફૂડ વિભાગ
ફૂડ અધિકારી વિજયભાઈ ઠકરારે જણાવ્યું હતું કે, લોકો પણ પોતાના આરોગ્યની ખાસ જાળવણી રાખે અને પડતર અને વાસી ખોરાક સહિત મીઠાઈથી દૂર રહે આ કામગીરીમાં વેપારીઓએ પણ સહકાર આપ્યો છે અને તમામ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.