ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકરક્ષક પોલીસ ભરતી બોર્ડ: યુવાનોને ન્યાય માટે સરકારને અપીલ કરતા અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરૂ - અખિલ ભારતીય રબારી સમાજ

પોરબંદર: લોકરક્ષક પોલીસ ભરતી બોર્ડ દ્વારા રબારી સમાજના યુવાનોને અન્યાય થયો છે. આ બાબતે પોરબંદર કલેકટર કચેરી સામે સરકાર સામે ન્યાયની માગ માટે સમસ્ત રબારી સમાજના યુવાનો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે.

લોકરક્ષક પોલીસ ભરતી બોર્ડ દ્વારા યુવાનોને ન્યાય માટે સરકારને અપીલ
લોકરક્ષક પોલીસ ભરતી બોર્ડ દ્વારા યુવાનોને ન્યાય માટે સરકારને અપીલ

By

Published : Dec 9, 2019, 7:54 PM IST

Updated : Dec 10, 2019, 2:40 PM IST

સોમવારના રોજ આ ઉપવાસી છાવણીના યુવાનોની મુલાકાત અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ કણીરામ બાપુ (વડવાળા )એ લીધી હતી. છેલ્લા પાંચ દિવસથી ચાલતા આ ઉપવાસ આંદોલનમાં સોમવારે પણ બે યુવાનોની તબિયત લથડી હતી, જેમાં જુગલ ચાવડા અને લક્ષ્મણભાઈ કટારાને ઉપવાસી છાવણીથી 108 દ્વારા તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

લોકરક્ષક પોલીસ ભરતી બોર્ડ દ્વારા યુવાનોને ન્યાય માટે સરકારને અપીલ

અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરૂ મહામંડલેશ્વર કણીરામ બાપુએ જણાવ્યું હતું કે, માલધારી સમાજને જે દાખલો આપવામાં આવે છે. તે માન્ય રાખવામાં આવે અને ભરતી બોર્ડ દ્વારા યુવાનોને અન્યાય થયો છે. તેમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, આ ઉપરાંત ભારત દેશનું યુવાધન છે. અત્યારે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને ઉપવાસમાં બેઠેલા યુવાનો બીમાર પડી રહ્યા છે, આથી સરકારને તાત્કાલિક આ અંગે યોગ્ય ન્યાય આપે તેવી માગ કરી હતી.

Last Updated : Dec 10, 2019, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details