છાંયા શહેરને પોરબંદર સાથે નવીનીકરણના ખાત મુહૂર્ત કાર્યક્રમ છાંયા નગર સેવા સદન પાસે યોજાયો હતો. જેમાં પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, ઉપસ્થિત રહ્યા હતા. છાંયા શહેરનો આ મુખ્ય માર્ગ 1100 મીટર લંબાઈ અને 10.50 મીટર પોહળાઈનો બનશે જેની અંદાજીત રકમ રૂપિયા 1 કરોડ થી પણ વધુ છે.
છાંયા શહેરને પોરબંદર સાથે જોડતા મુખ્ય માર્ગના નવીનીકરણનો ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો - pbr
પોરબંદરઃ છાંયા શહેરને પોરબંદર સાથે જોડતા મુખ્ય માર્ગના નવીનીકરણનો ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નવીનીકરણ પાછળ 1 કરોડથી પણ વધુ રકમ વપરાશે.
આ રસ્તા માહિતી છાંયા નગર સેવા સદન કારોબારી સભ્ય શૈલેશભાઇ જોષીએ આપી હતી. તેમજ બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યું હતું કે, છાંયા શહેરના મુખ્ય રસ્તાઓમા ભૂગર્ભ ગટરથી નુકશાન પામેલા રસ્તાઓનું કામ પૂર્ણ થયું તથા નાના રસ્તાઓ અને ગલીઓના કામો પણ ટૂંક સમયમાં શરૂ થશે.
આ ઉપરાંત આવનાર સમયમાં છાંયા શહેરમાં રસ્તાઓ, પાણી અને વીજળી અંગેની કોઈ પણ સમસ્યા રહેશે નહીં. છાંયા શહેરના વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, છાંયા નગર સેવા સદન પ્રમુખ ગીતાબેન ગૌસ્વામી, ઉપ પ્રમુખ જીવાભાઇ ભુતિયા, કારોબારી સભ્ય શૈલેશભાઇ જોષી, પોરબંદર નગર સેવા સદન પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.