રાજ્ય સરકારની સુચનાથી જિલ્લા પ્રભારી પ્રધાન જયેશ રાદડીયા પ્રભારી સચિવ લલીત પાડલીયા વાવાઝોડાની પળે-પળની વિગતોથી વાકેફ થઇ તંત્રની સમગ્ર કામગીરી પર દેખરેખ રાખવા સાથે જરૂરી માર્ગદર્શન આપી રહ્યા હતા. જિલ્લા કલેકટર મુકેશ પંડયાએ પણ સેવા સદનમાં સતત ફરજ બજાવી ફિલ્ડમાં રહેલા કર્મચારીઓને જરૂરી સુચના આપતા હતા. તેમજ કંન્ટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેતા હતા.
જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી પોલીસ ફોર્સને સતત માર્ગદર્શન આપતા તો જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા ગ્રામ્ય વિસ્તારોમાં ફરી-ફરી કર્મચારીઓને પ્રોત્સાહિત કરી રહ્યા હોય. આ ટીમ પોરબંદર છે. જેમણે ગામડે ફરજ બજાવતા તલાટી હોય કે શાળાના શિક્ષકને કામ માટે પ્રોત્સાહીત કરી છેવાડાના ગામે રહેતા લોકો પ્રત્યે કાર્યનિષ્ઠાથી ફરજ બજાવી હતી.
વહિવટીતંત્ર સામે સૌથી મોટો પ્રશ્ન લોકોના સ્થળાંતરનો હતો.પ્રાંત અધિકારી કે.વી.બાટી, મામલતદાર વિવેક ટાંક, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફીસર હુદડે, લોકોને સમજાવીને ઘરનું સ્થાળાંતર કરાવ્યું હતું.તંત્રના સહયોગ સાથે લોકોની સૌથી મોટી ધરપત સથવારો મળ્યો આર્મી, NDRF અને SDRF નો લોકોનો આ ફોર્સ પ્રત્યેનો વિશ્વાસ બતાવે છે. તેમણે આવતા વેત લોકોને સ્થળાંતરમાં સહયોગી થવા સાથે તેમના આરોગ્યની સંભાળ લીધી, રસ્તામાં ઝાડ પડ્યા તો તેને દુર કર્યા ટાવર પડ્યા તો તેને હટાવ્યા આ ફોર્સ કુદરતી કહેર સામે બાથ ભીડવા લોકોને ઉપયોગી થવા તાલીમબદ્ધ છે અને આધુનિક ટેકનોલોજીના સાધનોની સજ્જ છે..
અધિક કલેકટર મહેશ જોષીના માર્ગદર્શન તળે રેવન્યુ વિભાગના ખીમભાઇ મારૂ, દુધાત્રા, સાલવી, દિગીશાબેન, નીલેશ મહેતા, રામ રામદે હોય કે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નિકુંજભાઇ સહિત તમામને સાંભળે યોગ્ય માર્ગદર્શન સાથે તેનો ઉકેલ આપ્યો.