શહેરની નગીના મસ્જિદ ખાતે યોજાયેલ નિકાહ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના વેરાવળ, જુનાગઢ, રાજકોટ, જામનગર, દ્વારકા, લાલપુર, જૂનાગઢ, પાનેલી, માધવપુર, અમેરલી, શીલ, કેશોદ, ભાટીયા, નાંદરખી, પોરબંદર, રાણાવાવ સહિતના ગામોમાંથી દુલ્હા-દુલ્હન સમુહ શાદીમાં જોડાયા હતા. આ નિકાહ કાર્યક્રમમાં શૈખુલ હદીષ જામીઆ મદીનતુલ ઉલુમ (રતનપુર) ના મુફતી મોહંમદ અશરફરઝા સાહબ બુરહાની, રહેબરે કૌમો મિલ્લત સૈયદ મોહંમદ ઈકબાલબાપુ તિરમીઝી , હાફીઝો કારી મોહંમદ ઈલ્યાસ સાહેબ (ખતીમો ઈમામા રહેમાની મસ્જીદ પોરબંદર), હાફીઝો કારી અબ્દુલ ગફાર સાહેબ રઝવી (ખતીબો ઈમામ બડી મસ્જિદ, અમદાવાદ), ખલીફા-એ- તાજુશરીઆ હાફીઝો કારી વાસીફરઝા સાહેબ (ખતીબો ઈમામ નગીના મસજીદ પોરબંદર) તેમજ સાદાતે કિરામ અને ઓલમા-એ-કિરામની વિશેષ ઉપસ્થિતિ રહી ઉદબોધન કર્યું હતું.
પોરબંદરમાં જશ્ને સમૂહ શાદીનું આયોજન સંપન્ન - Gujarati news
પોરબંદરઃ શહેરમાં સમુહ શાદીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર સંસ્થા ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજયુકેશન ટ્રસ્ટ આયોજીત સમુહ શાદીમાં સૌરાષ્ટ્રના 28 દુલ્હા-દુલ્હન જોડાયા હતા. નિકાહ પહેલા તમામ દુલ્હાઓએ તકીયામાં આવેલ હઝરત બુખારીશાહ અને કલનદર શાહની દરગાહે હાજરી આપી હતી. ત્યારબાદ તમામ એક સાથે મિલાદ શરીફ પઢતા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા.
![પોરબંદરમાં જશ્ને સમૂહ શાદીનું આયોજન સંપન્ન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3644095-thumbnail-3x2-porbander.jpg)
તેમણે જણાવ્યું હતું કે, શાદીમાં બિનજરૂરી રસમો અને ખર્ચાઓ કરવા ઇસ્લામ ધર્મના સિદ્ધાંતની વિરુધ્ધ છે, ઇસ્લામના પયંગમ્બરે 1400 વર્ષ પહેલાં જ સાદગી પૂર્વક શાદી કરવાનો સંદેશ આપેલ છે. સમૂહ શાદીમાં જોડાવાથી બિનજરૂરી ખર્ચ થતો નથી તેમજ અનેક પ્રકારે ફાયદા થાય છે. તેમજ સુન્ની મુસ્લિમ સંસ્થાઓના રહેનુમા અને સુન્ની મુસ્લીમ જમાતી ભાઈઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
લગ્નમાં દિકરીઓને કરીયાવર સ્વરૂપે અનેક ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. નિકાહ બાદ મેરેજ સર્ટી પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એજાઝભાઈ લોધિયા, ઉપપ્રમુખ હાજી યાસીન ઐબાની, પ્રોજેક્ટ ચેરમેન જમીલભાઈ ખત્રી, મહેબૂબખાન બેલીમ, અશરફભાઈ પાલખીવાલા, ફારૂક ભાઈ સુર્યા, હાજીસલીમભાઈ, ઓસમાનભાઈ મતવા,કાસમભાઇ કબાવલિયા, હામિદ ભાઈ પાલખીવાલા, મકસુંદભાઈ પાલખીવાલા,આમદ હુસેન મુકાદમ, નાઝીમભાઈ લાલ, અમીનભાઈ ગડન, આરીફ રાઠોડ,રફીકભાઈ મલેક, ઇલયાસ ભાઈ મુકાદમ, સહિત મેમ્બરો અને ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.