પોરબંદરમાં વરૂણ દેવને રીઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ - gujaratinews
પોરબંદર: વર્ષાઋતુનો પ્રારંભ થયો હોવા છતા પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ નહિવત પડ્યો છે. સાથે જ પાણીની પણ અછત સતત સર્જાઇ રહી છે. ત્યારે રમેશ ઓઝાની પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતિમાં હરિમંદિરના સાનિધ્યમાં અષાઢી બીજના દિવસે વરૂણદેવની પ્રસન્નતા માટે પર્જન્ય યજ્ઞ સંપન્ન કર્યો હતો.
![પોરબંદરમાં વરૂણ દેવને રીઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3759894-411-3759894-1562361927992.jpg)
પોરબંદરમાં વરૂણ દેવને રીઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
જિલ્લામાં આવેલી સાંદીપનીમાં સ્થિત સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક ફાલ્ગુન મોઢા અને શાસ્ત્રી કક્ષાના છાત્રો દ્વારા સમગ્ર પૃથ્વી પર વરસાદ થાય તેમજ ધનધાન્યથી ફલિત થાય તેવો શુભ સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ શુભ સંકલ્પ સાથે આ પર્જન્ય યજ્ઞ શાસ્ત્રોક્ત વિઝિપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.