દરિયાના મોજા સવારના સમયે ઉછળી રહ્યાં હતા. પરંતુ, હાલ દૂર સુધી જે મોજાની ઊંચાઈ છે, એમાં વધારો દેખાઈ રહ્યો છે. વાયુ વાવાઝોડુ પોરબંદર નજીકથી પસાર થઇ રહ્યું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. તો પોરબંદર શહેરની વાત કરીએ તો પોરબંદર શહેરમાં પણ અનેક વૃક્ષો ધરાશાયી થઇને રસ્તા પર પડ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે.
'વાયુ' વાવાઝોડા અંગે જાણો પોરબંદરના લોકોનો પ્રતિભાવ - PBR
પોરબંદર: જિલ્લામાં 'વાયુ' વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા સતત કામગીરી દાખવવામાં આવી છે. જે અંગે લોકોમાં જાગૃતિ કેળવવા સરકારના વહીવટી તંત્ર દ્વારા સતત સંદેશાઓ આપવામાં આવી રહ્યાં છે. જેથી લોકો દ્વારા સલામતીના પગલાઓ લેવાઈ રહ્યાં છે. પોરબંદરના દરિયામાં વાતાવરણના પલટાના લીધે અને વાયુ વાવાઝોડાના કારણે દરિયામાં અસર વર્તાઈ રહી છે. ત્યારે પોરબંદરની જનતા આ વાવાઝોડાને પગલે શું કહે છે તે જોઇએ.
સ્પોટ ફોટો
જ્યારે લોકોની સતર્કતા અને સલામતીના કારણે કોઈ મોટું નુકસાન કે જાનહાનિ ન થઈ હોવાની માહિતી મળી રહી છે. ત્યારે સતર્કતાના પગલે તંત્ર દ્વારા પોરબંદર ચોપાટી પર આવતા લોકોને બહાર ખસેડાયા છે.