- સામાજિક સંસ્થાઓ અને સોશિયલ મીડિયામાં અનોખી મુહિમ
- ભારત વિકાસ પરિષદ, યુથ કોંગ્રેસે પણ નોંધાવ્યો વિરોધ
- પ્રકૃતિ યુથ કલબ દ્વારા સેવ ધ પોરબંદર સી મુહિમ ચલાવાઇ રહી છે
પોરબંદરઃ જેતપુર ઉદ્યોગનો કેમિકલયુક્ત ઝેરી કચરો પાઈપલાઈન મારફતે પોરબંદરના દરિયામાં ઠાલવવા બાબતે અનેક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ આ વિરોધનો અનેક લોકો સમર્થન કરી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં યુથ કોંગ્રેસ, ભારત વિકાસ પરિષદ પોરબંદર દ્વારા આવેદન પાત્ર પાઠવવામાં આવ્યુ હતું.
આ પણ વાંચોઃ જેતપુર ઉદ્યોગનું ઝેરી કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે કોંગ્રેસનો વિરોધ
કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરાઇ રજૂઆત
પોરબંદર શહેર યુથ કોંગ્રેસની ટીમ હેરી કોટીયા, રાહુલ ચુડાસમાં, ઉમેશ બરીદુન, આનંદ નાંઢા, કલ્પેશ જુંગી, આનંદ પુંજાણી, પુનિત શિયાળ તેમજ હરિશભાઈ મોતીવરસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, જેતપુરના સાડી ઉદ્યોગનો કેમિકલયુક્ત ઝેરી કદડો પાઈપલાઈન મારફતે જો પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે. તો દરિયાની જીવસૃષ્ટિને ભયંકર નુકશાન થશે. તેમજ માછીમારો પાયમાલ થશે એટલે તાત્કાલિક જો આ પ્રોજેક્ટ રોકવામાં નથી આવ્યો તો યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે જણાવ્યું હતું.