દબાણો-પેશકદમીને લીધે ટ્રાફિકના પ્રશ્નો થાય છે. સરકારી જગ્યાઓ ઉપરના અતિક્રમણને લીધે જાહેરહિતમાં વિકાસના કામોમાં પણ વિલંબ થતો હોય છે. શહેરી રોડ હાઇવે અને રોડના બંન્ને કાઠે થતાં નાના મોટા દબાણોને લીધે સામાન્ય નાગરીકોને પણ મુશકેલી થતી હોય છે. આ બધી જ બાબતોને ધ્યાને લઇને જિલ્લા વહિવટી તંત્રએ પોરબંદર જિલ્લામાં દબાણ હટાવ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે.
પોરબંદર જિલ્લામાં 'દબાણ હટાવ' ઝુંબેશનો પ્રારંભ કરાયો મામલતદાર પોરબંદર (ગ્રામ્ય) એ.આર. ચાવડાના જણાવ્યા મુજબ, છાયા વિસ્તારના સર્વે નં. 390ની જમીનમાં કુલ 3000 ચોરસ મીટરમાં પથ્થરની દિવાલ બનાવી 2000 મીટર જગ્યાનો દબાણકારોએ ગેરકાયદેસર કબજો કરી લીધો હતો.
આ ઉપરાંત 1000 ચોરસ મીટર જગ્યાનો પણ કબજો કરવામાં આવ્યાનું ધ્યાનમાં આવતા કલેકટર ડી.એન. મોદીનાં માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર રાજેશ તન્નાના સંકલન હેઠળ પ્રાંત અધિકારી કે.વી. બાટી, મામલતદાર ચાવડા, સર્કલ ઇન્સપેકટર તેમજ કમલાબાગ પોલીસ બંદોબસ્ત હેઠળ માધવપુર હાઇવે ટચ આ જગ્યા દબાણ મુક્ત કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લામાં 'દબાણ હટાવ' ઝુંબેશનો પ્રારંભ કરાયો આ ઉપરાંત ગડુ-દ્રારકા બાયપાસ પર કોલીખડા ગામની ગૌચરના સર્વે નં 74 પૈકીમાં થયેલ ખાનગી ખાતેદારો દ્વારા કરવામાં આવેલ દબાણ મામલતદાર, સર્કલ ઇન્સપેકટર, ટી.ડી.ઓ, સરપચ તથા તલાટીની હાજરીમાં બે હજાર ચો. મીટર જગ્યા મુક્ત કરવામાં આવી હતી. છાયા ગામની રૂ. 6 કરોડની તેમજ કોલીખડાની રૂ. 2 કરોડની કીમતની જગ્યા દબાણ મુક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત રાણાવાવ ખાતે નારિયાધાર ટેકરી પર 100 હેકટર ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ કરીને દિવાલ બનાવવામાં આવેલ તેને પ્રાંત અધિકારી વિવેક ટાંક, મામલતદાર સાવલિયા, પી.એસ.આઇ અને સર્કલ ઇન્સપેકટરની હાજરીમાં આ દબાણ દુર કરવામાં આવ્યુ હતું તથા વનાણા ખાતે 2 હેકટર જમીનમાં થયેલ દબાણ તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યુ હતું.
પોરબંદર જિલ્લામાં 'દબાણ હટાવ' ઝુંબેશનો પ્રારંભ કરાયો પોરબંદર જિલ્લામાં સરકારી જમીનમાં થયેલ દબાણો દુર કરવાની ઝુંબેશથી લોકોમાં આવકાર મળ્યો છે. દબાણકારોને નોટીસો મળી રહી છે. દબાણકારો સ્વૈચ્છાએ પોતાના ખર્ચે દબાણો દુર કરે તેમ તંત્ર દ્વારા તાકીદ કરાઇ છે.