પોરબંદરઃ જિલ્લામાં માધવપુર ઘેડના લોકમેળાના ગૌરવપૂર્ણ કાર્યક્રમો યોજાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 10 એપ્રિલે આ કાર્યક્રમોનો શુભારંભ (President Ramnath Kovind Gujarat Visit) કરાવશે. તો આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઉપરાંત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમ જ ઉત્તરપૂર્વ રાજ્યોના રાજ્યપાલ, મુખ્યપ્રધાનો સહિતના મહાનુભાવો (Porbandar Madhavpur Fair 2022) ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો-Gujarat Cabinet Meeting: 15 દિવસમાં બજેટના નાણા રિલીઝ કરવા સૂચના, માલધારી સમાજ સાથે CM કરશે બેઠક
કલેક્ટરે આપી માહિતી -સૈારાષ્ટ્રના દરિયાકાંઠે પોરબંદર નજીક માધવપુર ખાતે વર્ષોથી યોજાતા ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પર્વ પ્રસંગે પરંપરાગત મેળો યોજાય છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી એક ભારત, શ્રેષ્ઠ ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું (Porbandar Madhavpur Fair 2022) આયોજન થશે. અહીં રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતી કૃતિઓ/મલ્ટીમીડિયા શૉ, આત્મનિર્ભર ભારત અંતર્ગત ઉદ્યમીઓના સ્ટોલ સહિત રાજ્ય તથા દેશના પ્રવાસન વિકાસના ધ્યેય સાથે યોજાતા વિવિધ કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind Gujarat Visit) ઉપસ્થિત રહેશે.
10 એપ્રિલથી શરૂ થશે લોકમેળો -રામનવમીને 10 એપ્રિલથી એપ્રિલથી 5 દિવસ માટે માઘવપુર ઘેડ ખાતે યોજાનારા માધવપુર મેળા (Porbandar Madhavpur Fair 2022) સંદર્ભે જિલ્લા કલેકટર અશોક શર્માએ પત્રકાર પરિષદ યોજી હતી. જિલ્લા કલેક્ટર અશોક શર્માએ આ અંગે જણાવ્યું હતું કે, 10 એપ્રિલથી 14 એપ્રિલ સુઘી ગુજરાત સરકારે માધવપુર ખાતે ભવ્ય લોકમેળાનું (Porbandar Madhavpur Fair 2022) આયોજન કર્યું છે.