પોરબંદરઃ વૈશ્વિક સ્તરે જીવલેણ સાબિત થઈ રહેલા કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે વિશ્વના અનેક દેશોની સાથે-સાથે સમગ્ર ભારતમાં પણ છેલ્લા ૩ર દિવસથી સતત લોકડાઉન કરવામાં આવ્યું હોય જે રોજે-રોજનું રળી ખાનારા ગરીબ અને મધ્યમવર્ગના લોકો છેલ્લા દોઢ મહિનાથી પોતાના જ ઘરમાં નજરકેદ બન્યા છે, ત્યારે આ લોકડાઉનની પરીસ્થિતિમાં ગરીબ અને મધ્યવર્ગને જીવન જરૂરી રાશનની અછત ન સર્જાય તે માટે માનવતા દાખવીને પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરાએ પોતાના સ્વખર્ચે દસ હજાર જેટલી રાશન કીટ તૈયાર કરાવી પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારના ગામો, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના વિવિધ ગામોમાં જરૂરીયાતમંદ પરીવાર સુઘી ઘઉં, ડુંગળીની કીટ ઘર-ઘર સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓના સહયોગથી પહોંચતી કરીને ખરા અર્થમાં નાથાભાઈએ સંકટની ઘડીમાં માનવતાને સેવાકાર્ય કરતા કોંગ્રેસના પક્ષના અગ્રણીઓ અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ નાથાભાઈ ઓડેદરાની આ સેવાકીય કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યાં હતાં.
પોરબંદરઃ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે રાણાવાવ-કુતિયાણા અને ઘેડ વિસ્તારમાં જરૂરીયાતમંદ સુધી 10 હજાર રાશન કીટ પહોંચાડી - latest news of covid 19
પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે રાણાવાવ, કુતિયાણા અને ઘેડ વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકો સુધી 10 હજાર રાશન કીટ પહોંચાડી છે. જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ ઘઉં, ડુંગળી, બટેટા કિટ મારફત ઘર-ઘર સુધી પહોચાડી નાથાભાઈ ઓડેદરાએ સંકટના સમયમાં માનવતા દાખવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરાએ પોતાના સ્વખર્ચે 1500 મણ ઘઉ અને 2500 મણ ડુંગળી, બટેટાનો જથ્થો ખરીદી કરીને બળેજ ગામ લક્ષમણ એભાભાઈ ઉલવાના ડેલામાં તેમજ રાણા વડવાળા ગામે નાથાભાઈ ઓડેદરાના ફાર્મ હાઉસ ખાતે ઉપરોકત રાશનના જથ્થામાંથી કુલ 10,000 કીટ તૈયાર કરવામાં આવી હતી, જેમાં કીટદીઠ ત્રણ કીલો ઘઉ અને પાંચ કીલો ડુંગળી, બટેટાનો જથ્થો નાખવામાં આવ્યો હતો. તૈયાર થયેલી આ કીટને પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારના ગામો, રાણાવાવ તાલુકાના ગામો તેમજ કુતિયાણા તાલુકાના ગામોમાં જરૂરીયાતમંદ ગરીબ અને મધ્યમવર્ગના પરીવાર સુધી પહોંચતો કરવામાં આવ્યો હતો.
પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને રાશન કીટ પહોચાડવા બદલ ગુજરાત પ્રદેશ 4 પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર કોંગ્રેસના વરીષ્ઠ આગેવાન સામતભાઈ ઓડેદરા, પોરબંદર તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા રામદેવભાઈ મોઢવાડિયા, પોરબંદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ બચુભાઈ મુછડીયા, રાણાવાવ તાલુકા કોંગ્રેસના પ્રમુખ લાખાભાઈ દાસા અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ અરજનભાઈ સોલંકીએ આવકારીને અભિનંદન પાઠવ્યાં હતાં. નાથાભાઈ ઓડેદરાએ કીટ વિતરણની કામગીરીમાં સહયોગ આપનાર કોંગ્રેસ પક્ષના અગ્રણીઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યકત કર્યો હતો.