પોરબંદર: છાયામાં યુવાનનું અકાળે અવસાન થતા પરિવારજનોએ મૃતકના આંખોનું દાન કર્યું હતું. પરિવારજનોએ અંધકારમય જીવનમાં રોશનીના અંજવાળા પાથરવાનું સરાહનીય કાર્ય કર્યું છે.
પોરબંદરમાં તાજેતરમાં બાબુભાઇ ચાવડાનું અવસાન થયું હતું. કોરોના વાઇરસની મહામારીના સમયમાં ઉદ્યોગ, ધંધા ઠપ થઈ ગયા છે અને આવી કપરી પરિસ્થિતીમાં પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા બાબુભાઇ નામના યુવાન આર્થિક બેરોજગારીના કારણે મુસીબતમાં મુકાઈ ગયા હતા અને તેમને પોતાના પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ બની ગયું હતું.