ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં CM રૂપાણીએ બાફ્યુ, કહ્યું- મુંબઇ હુમલામાં 178 આંતકી ઠાર કરાયા હતા - Candidate

પોરબંદર: લોકસભાની ચૂંટણી આગામી 23 તારીખના યોજાઈ રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર સભાઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં ભાજપ દ્વારા પોરબંદરના મૈયારી ગામે શનિવારના રોજ મુખ્યપ્રધાન રૂપાણીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

વિજય રૂપાણીનું સભા સંબોધન

By

Published : Apr 20, 2019, 3:54 PM IST

Updated : Apr 20, 2019, 5:13 PM IST

પોરબંદરના મૈયારી ગામે યોજાયેલી જાહેર સભામાં વિજય રૂપાણીએ સભાનું સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'આ વખતની ચૂંટણી કોઈ પક્ષ માટેની નથી. પરંતુ દેશ કોના હાથમાં સલામત છે, દેશનો વિકાસની છે, ભવિષ્યમાં કોણ દેશ સેવા કરશે તે મહત્વનું છે, આમ દેશ માટેની ચૂંટણી છે. "ચોકીદાર ચોર હે"ના મુદ્દે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની નોટિસ પણ આપવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ પર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ જ મોટો ચોર પક્ષ છે'

વિજય રૂપાણીનું સભા સંબોધન

વડાપ્રધાન મોદી દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેનાથી લોકોનું ભલું થાય અને ગરીબોનું ભલું થાય, પરંતુ કોંગ્રેસ સરકારે ગરીબોના નામે માત્ર ને માત્ર મત જ માગ્યા છે. ગરીબ માટે કંઈ કર્યુ નથી.

મુખ્યપ્રધાન રૂપાણી ભાષણમાં એટલા મજબૂત બની ગયા હતા. કે તેમની જીભ લપસી ગઈ તેવામાં બોલી ઉઠ્યા કે, દેશમાં અનેક આતંકવાદી હુમલાઓ થયા છે. જેમાં સૌથી મોટો હુમલો મુંબઈની તાજ હોટલમાં થયો હતો. જેમાં 178 આતંકવાદીઓ ઠાર મરાયા હતા. પરંતુ હકીકતમાં 178 લોકો માર્યા હતા. એક જીવતો આતંકવાદી પકડાયો હતો. જ્યારે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રમેશ ધડુક વિજયભાઈ રૂપાણીની સભામાં સ્ટેજ પર બેઠા ન હતા. તો સભામાં મુખ્યપ્રધાનનું ભાષણ સાંભળતા બગાસા ખાતા કેમેરામાં કેદ થયા હતા. ભાષણના અંતમાં રૂપાણીએ વડાપ્રધાન મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે લોકો પાસે વધુ મતદાન કરી ભાજપને મત આપવાની અપીલ કરી હતી.

તો આ સભામાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા, રમેશભાઈ પટેલ, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશ મોરી, પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર રમેશ ધડુક, કપિલ કોટેચા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

Last Updated : Apr 20, 2019, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details