- વિધાનસભાના વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણીએ લીધી પોરબંદર કોવિડ હોસ્પિટલની મુલાકાત
- કોરોનાકાળમાં જેની જવાબદારી હતી તે નિષ્ફળ રહ્યાં છે, ગુજરાતીઓ તેમને સબક શીખવાડશેઃ ધાનાણી
- મહિલા ઓક્સિજનનો બાટલો લઇ જતી હતી તે જોઈ ધાનાણીએ મજૂરની વ્યવસ્થા કરવા અધિકારીઓને જણાવ્યું
પોરબંદરઃ પોરબંદરની નર્સિંગ સ્કૂલ તથા ભાવસિંહજી કોવિડ હોસ્પિટલની મુલાકાતે આવેલા પરેશ ધાનાણી આજે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સાથે દર્દીઓની મુલાકાત લીધી હતી અને દર્દીઓના ખબરઅંતર પૂછ્યાં હતાં.
આ પણ વાંચોઃ પરેશ ધાનાણી મોરબી સિવિલ હોસ્પિટલે જાતતપાસ માટે પહોંચ્યાં, કરી આવી માગણી
વ્યવસ્થાના અભાવે અનેક ગુજરાતીઓના શ્વાસ રૂંધાયાઃ ધાનાણી
તેમની મુલાકાત સમયેે એક મહિલા પોતાના પતિ માટે ઓક્સિજનનો બાટલો લઈ જતી હતી તે દ્રશ્ય જોઈને પરેશ ધાનાણીએ પ્રાંત અધિકારીને ઓક્સિજનના બાટલાની હેરફેર કરવા માટે મજૂરોની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત અન્ય ઘટતી વ્યવસ્થા યોગ્ય કરવા જણાવ્યુ હતું. જરૂર પડે તો તેઓ પણ મજૂરોની વ્યવસ્થા કરી આપશે તેમ જણાવ્યું હતું. તેમણેે વધુમાં જણાવ્યું હતું કે જીએસટી,નોટબંધી, રાશનની દુકાનો, હોસ્પિટલમાં દાખલ થવા,કોરોનાના ટેસ્ટિંગમાં અને 108ની રાહ જોઈ ગુજરાતીઓએ લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યારે કોરોનાની દવામાં પણ કાળાબજારી વધી છે. કોરોનાકાળમાં અવ્યવસ્થાના કારણે અનેક ગુજરાતીઓના શ્વાસ રૂંધાયાં છે. જેની જવાબદારી હતી તે નિષ્ફળ રહ્યાં છે.ગુજરાતીઓ તેમને સબક શીખવશે.
આ પણ વાંચોઃ જામનગર જી જી હોસ્પિટલની વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ લીધી મુલાકાત
પોરબંદરના કોવિડ સેન્ટરમાં દર્દીઓ માટે ઓક્સિજનના બાટલા ઉંચકનાર મજૂરોની કોઈ વ્યવસ્થા નથી : ધાનાણી - કોવિડ કેરમાં અવ્યવસ્થાઓ
કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાતના લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને જે લોકોનું સ્વજન હોસ્પિટલમાં દાખલ હોય તેઓને વધુ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. જેની જવાબદારી હતી તેઓ નિષ્ફળ બન્યાં છે તેમ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોરબંદરમાં આવેલ હોસ્પિટલની મુલાકાત સમયે મીડિયાને જણાવ્યું હતું.
પોરબંદરના કોવિડ સેન્ટરમાં દર્દીઓ માટે ઓક્સિજનના બાટલા ઉંચકનાર મજૂરોની કોઈ વ્યવસ્થા નથી : ધાનાણી