આમ તો રાજ્યમાં વરસાદનો પ્રારંભ થઇ ગયો છે. પણ વરસાદનું પ્રમાણ ઓછું રહેવાના કારણે લોકોને ભારે હાલાંકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. વાવણી કર્યા પછી વરસાદ ન પડતાં ખેડૂતોમાં આર્થિક નુકસાનની ભીતિ સર્જાઇ રહી છે.
વરસાદ ખેંચાતા પોરબંદરના પશુપાલકો ચિંતામાં, ઘાસચારો ઘટતાં તંત્રને કરી રજૂઆત
પોરબંદર: જિલ્લામાં વરસાદ પાછો ખેંચાતા જનજીવન ખોરવાયું છે. ત્યારે પશુઓ માટે ઘાસચારો ન મળતા ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મૂકાયા છે. વરસાદ પર નભતાં ગુજરાનને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઇ રહ્યું હોવાથી મદદ માટે સ્થાનિક તંત્રમાં રજૂઆત કરી હતી. પણ તંત્રમાં આ અંગે કોઇ સતર્કતા જોવા મળી રહી નથી.
વરસાદ ખેંચાતા પોરબંદરના પશુપાલકો ચિંતામાં, ઘાસચારો ઘટતાં તંત્રને કરી મદદની રજૂઆત
તો બીજી તરફ પશુઓ માટે ઘાસચારો ઘટી રહ્યો છે. જેના કારણે પશુપાલકોનું જીવન ખોરવાયું છે. તેમને ભારે આર્થિક બોજા હેઠળ જીવવું પડે છે. જેને પગલે પશુપાલકોએ પોરબંદર જિલ્લા પ્રમુખ નિલેશ મોરી, નાયબ વન સંરક્ષણ અધિકારી અને જિલ્લા કલેક્ટરને ઘાસચારો પૂરો પાડવા માટે માંગ કરી હતી. જો કે, તંત્રએ હજુ સુધી પશુપાલકોની મદદ માટે કોઇ પગલાં નથી. ત્યારે વરસાદની રાહ જોતા પશુપાલકો મદદની આશાએ પોતાને આશ્વાસન આપી રહ્યાં છે.