પોરબંદર: IIT પશ્ચિમ બંગાળમાં અભ્યાસ કરતો પોરબંદરનો 21 વર્ષીય યુવાન કોરોનાસંક્રમિત થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. આ યુવાન 5 જૂને પોરબંદરમાં પ્રવેશ્યો હતો ત્યારે તે તેના મામાના ઘરે રાણાવાવ ક્વોરેન્ટાઈનમાં રહ્યો હતો. જ્યાં તેની તબિયત બગડતા હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ યુવાન વર્ષો પહેલા કાંટેલા ગામમાં રહેતો હતો અને તેનું આધાર કાર્ડ કાંટેલા ગામનું છે. પરંતુ છેલ્લા 5 વર્ષથીં તે કાંટેલા ગામમાં આવ્યો ન હતો. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અભ્યાસ અર્થે જતા પહેલા તે યુવાન પાંડાવદર ગામની બિલડી સિમ વિસ્તારમાં રહેતો હતો તેવું જાણવા મળ્યું છે. પરંતુ 5 જુન 2020 બાદ તે રાણાવાવ મામાને ત્યાં જ રહ્યો હતો તેવું હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે તેની સાથે કોણ કોણ આવ્યું તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહી છે.