ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar Crime : લગ્નના ઘોડે ચડતા પહેલા સાવધાન, યુવકની પત્ની નીકળી ઇન્ટરનેશનલ ચોરની પત્ની - Wife of International Thief in Porbandar

પોરંબદરના યુવક વેબસાઈટમાંથી યુવતી શોધીને લગ્ન કરવા મોંઘા પડી ગયા છે. યુવકને ધાર્મિક હોવાનું કહીને યુવતીએ લગ્ન કરી લીધા હતા. સમય જતા યુવતી બિયર, નોનવેજ ખાવા લાગી હતી. છ મહિના સુધી સંસારનું ગાડું ચાલ્યા બાદ યુવકને જાણ થઈ કે આ યુવતી ઈન્ટરનેશલ કાર ચોરની પત્ની છે.

Porbandar Crime : લગ્નના ઘોડે ચડતા પહેલા સાવધાન, યુવકની પત્ની નીકળી ઇન્ટરનેશનલ ચોરની પત્ની
Porbandar Crime : લગ્નના ઘોડે ચડતા પહેલા સાવધાન, યુવકની પત્ની નીકળી ઇન્ટરનેશનલ ચોરની પત્ની

By

Published : Feb 16, 2023, 4:14 PM IST

લગ્ન કરી વરરાજાના વાગી ગયા બેન્ડ વાજા, દુલ્હન નીકળી ઇન્ટરનેશનલ ચોરની પત્ની

પોરબંદર : કહેવાય છે લગ્ન એક લાડવો છે, જે ખાય તે પછતાય અને જે ન ખાય તે પણ પછતાય. જી હા, આવો જ એક અનોખો કિસ્સો ગુજરાતના પોરબંદર શહેરના યુવક સાથે થયો છે. લગ્ન કર્યા બાદ યુવાનને પછતાવવાનો વારો આવ્યો છે. આ યુવકે ઓનલાઇન મેટ્રોનોમી વેબસાઈટ પર છોકરી પસંદ કરી લગ્ન કર્યા હતા, પરંતુ યુવતી નાસી ગયા બાદ યુવકે તપાસ કરતા યુવતી ઈન્ટરનેશલ કાર ચોરની પત્ની હોવાનું બહાર આવ્યું હતું. યુવકે ગુજરાત પોલીસ, આસામ પોલીસથી લઇ ગૃહપ્રધાન અને વડાપ્રધાન મોદીને પણ આ બાબતે જાણ કરી દુલ્હનને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.

શું હતો સમગ્ર મામલો : પોરબંદરમાં રહેતા અને માણેક ચોક બટેટા વેચતા વિમલ કારિયાએ ઓનલાઇન વેબસાઈટ લગ્ન કરવા છોકરી શોધતા હતા, ત્યારે ગુવાહાટીની એક રીટા નામની પ્રોફાઈલ મળી હતી. જે ડિવોર્સી હતી. તેના લગ્ન બાળવિવાહ થયા હોવાનું જણાવ્યું હતું અને એક મહિના સુધી વાતચીત થઇ અને ધાર્મિક હોવાનું જણાવી યુવકને ફસાવ્યો હતો. લગ્ન માટે યુવક રીટાને મળવા સપ્ટેમ્બર 2021માં અમદાવાદ આવ્યો હતો. બન્નેને એક બીજા પસંદ આવ્યા અને લગ્ન માટે હા પાડી હતી. જેને લઈને 15 ઓક્ટોબર 2021માં પોરબંદરના આર્ય સમાજમાં ખુશીથી લગ્ન કર્યા હતા. પુત્રના લગ્ન થતા જોઈ વીમલ ભાઈના માતા પણ ખુશ હતા.

લગ્ન નો લાડવો

યુવતીના ઉંચા શોખ :યુવતીએ લગ્ન પહેલા યુવકને ગરીબ હોવાનું જણાવ્યું હતું. પરંતુ લગ્ન બાદ યુવતીનો ઓરીજનલ ચહેરો સામે આવ્યો હતો. હાઈફાઈ સ્ટાઈલમાં રહેતી હજાર રૂપિયાની ક્રીમ, પાંચ હજારના કપડાં અને બે -ત્રણ હજારના જૂતા ખરીદતી તો બીજી બાજુ વિમલ ભાઈ ચુસ્ત વૈષ્ણવ હોવા છતાં યુવતી નોનવેજ ખાવાની માંગ કરતી હતી. આથી લગ્ન ટકાવવા માટે નોનવેજ ખાવા વિમલ બહાર લઇ જતા હતા. આ ઉપરાંત આબુમાં બે બોટલ બિયરની પી ગઈ હતી અને આમ છ મહિના સુધી સંસારનું ગાડું ચાલ્યું.

રીટા પર કેસ ચાલે છે :છ મહિના બાદ રીટાની માતાનો ફોન આવ્યો કે, ગુવાહાટીમાં જામીનનો કેસ ચાલી રહ્યો છે. જેના માટે તેને બોલાવી હતી. આથી વિમલે રીટાને 50,000 રૂપિયાનું એટીએમ કાર્ડ,11500નો મોબાઇલ અને જાવા માટે પ્લેનની ટિકિટ પણ કરાવી આપી હતી. 21 માર્ચ 2021ના રોજ રીટા ગોવાહાટી ગઈ અને 30 માર્ચ સુધી કોઈ કોન્ટેક ન હતો. અંતે એક વકીલનો કોલ આવ્યો કે રીટા એક કેસમાં ફસાઈ છે. તેને જામીન પર છોડાવવાની રૂપિયા મોકલાવો તેમ કહી બે મહિનામાં એક લાખ રૂપિયા મોકલ્યા અને વકીલ પાસે પ્રુફ માંગતા તેને ડોક્યુમેન્ટ આપ્યા હતા. જે અંગે જાણતા રીટા દાસ નહીં પરંતુ આ રીટા ચૌહાણ છે જેને પોલીસ ગોતી રહી છે.

લગ્ન કરી વરરાજાના વાગી ગયા બેન્ડ વાજા

આ પણ વાંચો :Kutch news: અંજારમાં કિન્નર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં કોમી એકતાના દર્શન

રીટા નીકળી ઇન્ટરનેશન ચોરની પત્ની :વિમલને શંકા જતા ડોક્યુમેન્ટ પોરબંદરના વકીલ પાસે ચેક કરાવતા ખ્યાલ આવ્યો હતો કે, રીટા દાસ નહીં પરંતુ તે રીટા ચૌહાણ છે. ત્યારબાદ વિમલે ગુગલ પર સર્ચ કરતા રીટા ઈન્ટરનેશલ કાર ચોર અનિલ ચૌહાણની પત્ની હોવાનું જાણવા મળ્યું હતું. નોન બેલેબલ ગુનો તેના પર નોંધાયો છે. હત્યાના કેસ, ગેંડાનો શિકાર કેસ થયેલા છે. આ બાબત જાણી વિમલ છેતરાયા હોવાની જાણ થઇ અને આ ચોર વધુ ગુના ના કરે તે માટે પોરબંદર પોલીસને જાણ કરી હતી, પરંતુ પોરબંદર પોલીસે કોઈ તપાસ સુધા ન કરી હતી. આસામ પોલીસ અધિકારીને પણ પત્ર લખ્યો હતો, ત્યાંથી પણ આ બાબતમાં તપાસ કરશું તેમ એક વાર રીપ્લાય આવ્યો હતો તેમ વિમલે જણાવ્યું હતું. અંતે વિમલે કોર્ટમાં કેસ કર્યો હતો જેનો હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.

આ પણ વાંચો :Rajkot Marriage: ઇંગ્લેન્ડની યુવતી બની રાજકોટની વહુ, યોજાયા અનોખા લગ્ન

યુવાનોને સાવધાની રાખી લગ્ન કરવા કરી અપીલ :વિમલે જણાવ્યું હતું કે આ અગાઉ પણ તેને 2015માં લગ્ન કર્યા હતા. પરંતુ તેની સાસુને ન ગમતા ત્યાંથી છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ ગુવાહાટીની રીટા દાસ સાથે લગ્ન કર્યા હતા. તેમાં પણ લૂંટેરી દુલ્હન નીકળતા મેટ્રીનોમી સાઈટ પર યુવતીઓ સાથે લગ્ન કરતા પહેલા સાવધાન રહેવા યુવાનોને અપીલ કરી હતી. લગ્ન નો લાડવો છે જે ખાય તે પછતાય અને ન ખાય તે પણ વિમલને બે બે વાર લગ્ન ખાઈ પછતાવો થયો છે.

ABOUT THE AUTHOR

...view details