પોરબંદર : જિલ્લામાં આવેલા બગવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબની નિમણૂક અને 108 એમ્બ્યુલન્સ ફાળવવા માટે યુથ કોંગ્રેસે માગ કરી છે.
પોરબંદર: યુથ કોંગ્રેસે બગવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબ અને 108 એમ્બ્યુલન્સ ફાળવવા કરી માગ - પોરબંદર સમાચાર
પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધી રહ્યું છે. જે કારણે પોરબંદર યુથ કોંગ્રેસે બગવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબની નિમણૂક અને 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવા માટે માગ કરી છે.
પોરબંદર
પોરબંદર જિલ્લાના બગવદર ગામના સામુહિક કેન્દ્રમાં હાલ કોઈ કાયમી તબીબ નથી. જેના કારણે બગવદર તેમજ આસપાસના 20 ગામના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
આ અંતર્ગત પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા DDOને 108 એમ્બ્યુલન્સ અને કાયમી તબીબીની ફાળવણી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.