પોરબંદરમાં બુટલેગરના બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો પોરબંદર :શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝુંડાળામાં એક બુટલેગરના બંધ મકાનમાંથી પાડોશી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બુટલેગરનો મૃતદેહ ચોટીલા ખાતેથી મળી આવ્યો હતો. આથી આ બુટલેગરે જ મહિલાની હત્યા નિપજાવી નાસી ગયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
શું છે સમગ્ર મામલો :પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ બરેજાની પત્ની કંચનબેન છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી લાપતા હોય જેની જાણ તેના પતિ અશ્વિનભાઈ એ 4 તારીખે પોલીસને કરી હતી. જ્યારે તારીખ 6 એપ્રિલ 2023ના રોજ ચોટીલા ખાતે બુટલેગર ત્રિકમ ઉર્ફે મુન્નો ઉકાભાઈ ચાવડાનો મૃતદેહ મળી આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થતા પોરબંદર પોલીસે મુન્નાના બંધ ઘરની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સાથે રાખી કરી હતી. જ્યાં કંચનબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. જે મૃતદેહને લઈને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે જામનગર ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :Ahmedabad Crime: આજે તો 108 માં તારો મૃતદેહ જશે, એમ કહીને આધેડની હત્યા કરી નાંખી
મૃતક મહિલા અને બુટલેગરને વારંવાર ઝઘડો : ઝુંડાળા વિસ્તારમાં રહેતા ત્રિકમ ઉર્ફે મુન્નાની છાપ માથાભારે શખ્સ તરીકેની હોય આસપાસના લોકો સાથે અવારનવાર ઝગડતો હતો. અશ્વિન બરેજાના જણાવ્યા અનુસાર તેની પત્ની સાથે પાડોશી મુન્નાને અવારનવાર ઝગડા થતા. આથી મુન્નાએ જ અશ્વિનની પત્ની કંચનની હત્યા કરી હોવાની ફરિયાદ અશ્વિને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આ પણ વાંચો :Jamnagar Crime : સિરિયલ કિલરની શંકા, ફરી એક યુવતીને ટાર્ગેટ કરીને પ્રેમીકાની વાડીમાં કરી હત્યા
પોલીસનું નિવેદન : પોરબંદરના DYSP નીલમ ગોસ્વામી એ જણાવ્યું હતું કે, FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરાંત મૃતક કંચનબેન સગર્ભા હતા કે નહીં તેની જાણ પણ રિપોર્ટમાં આવશે. જ્યારે બુટલેગરે મહિલાની હત્યા નિપજાવી ત્યારે બુટલેગરની પત્ની ઘટના સ્થળે ન હતી. તે તેની પત્નીને બનાવના 20થી 25 દિવસ પહેલા જ બોટાદ મૂકી આવેલી હોય અને હત્યા કર્યા બાદ તેની પત્નીને મળવા ગયો હોવાનું DYSP નીલમ ગોસ્વામી એ જણાવ્યું હતું