પ્રાથમિક શિક્ષકોને થાળી વગાડી રામધૂન બોલાવવાની નોબત આવી? પોરબંદર:પોરબંદર શિક્ષક કોલોની ખાતે સરકાર દ્વારા અગાઉ થયેલ સામાધાન મુજબ વિવિધ માગણીઓનો પરિપત્ર આજ દિન સુધી કરવામાં ન આવતા શિક્ષકોએ થાળી વગાડી રામધૂન બોલાવી સરકારે આપેલા વચનો યાદ કરાવ્યા હતા.
શિક્ષકોની આશા પર પાણી ફરી વળ્યું:ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કર્મચારીઓ દ્વારા આદોલન કરવામાં આવેલું હતું જેમાં જુદા જુદા પંદર જેટલા મુદાઓ સાથે સામાધાન સ્વરૂપે જે તે સમયે સંગઠનો દ્વારા આદોલન સમેટવાની જાહેરાત કરવામાં આવેલ હતી. જે પૈકી વર્ષ 2005 પહેલાંની ભરતી વાળા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા એનપીએસ અંતર્ગત નવી પેન્શન યોજના ધારક તે પછીના કર્મચારીઓ માટે સીપીએફમા 10 ટકાની સામે સરકાર દ્વારા 14 ટકા ઉમેરવા આ બે બાબતમાં સરકાર દ્વારા આજદિન સુધી નિર્ણય કે પરિપત્રના થતાં શિક્ષકોની આશા પર પાણી ફરી વળ્યું હતું. આથી પોરબંદર તાલુકા સહિત રાજયભરમાં તમામ તાલુકાઓમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.
આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે: આ આંદોલન ના ભાગરૂપે પોરબંદર તાલુકા પ્રા.શિ.સંઘના નેજા હેઠળ આજરોજ રામધૂન બોલાવી થાળી વગાડી સરકારને પોતાના વચનો યાદ કરાવવામાં આવેલ હતા. જેમાં તાલુકા પ્રા.શિ.સંઘના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તથા જિલ્લા સંઘ પ્રમુખ હિરેનભાઇ ઓડેદરાએ જણાવ્યુ હતું કે કે જો આગામી સમયમાં વહેલી તકે સરકાર દ્વારા યોગ્ય ઉકેલ નહીં આવે તો રાજય સંઘને સાથે રાખીને આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને રાજય કક્ષાએ આંદોલન કરવાની નોબત આવશે.
સુરત ખાતે વિરોધ પ્રદર્શન: સમાધાન મુજબનાં મુખ્ય ત્રણ પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ ન મળતાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરમસદ ખાતેની સંકલન સભામાં ઘડી કાઢવામાં આવેલ નિયત કાર્યક્રમ મુજબ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલનાં નેજા હેઠળ આજરોજ ઓલપાડ ખાતે તાલુકા પંચાયત કચેરીનાં પટાંગણમાં એકત્રિત થઈને શિક્ષકો દ્વારા થાળી-વેલણ વગાડીને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટેનો પ્રયાસ કરાયો હતો.
- Surat News: પડતર પ્રશ્નોને લઇને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા મિણબત્તી પ્રજ્વલન તથા થાળી રણકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
- Deesa BJP Factionalism : ડીસા ભાજપમાં જૂથવાદ યથાવત ? નવનિયુક્ત પ્રમુખની તાજપોશી કાર્યક્રમમાં બન્યું કંઈક આવું