પોરબંદરઃ તાજેતરમાં સુપ્રસિદ્ધ રામકથાકાર મોરારિબાપુ પર અપમાનજનક શબ્દો સાથે હુમલાનો પ્રયાસ કરવા સામે સખત વિરોધ નોંધાવતા પોરબંદરમાં વૈષ્ણવ સાધુ સમાજ તથા રામચરિત માનસના ચાહકો અને મોરારિબાપુના ફોલોઅર્સ ગૃપ દ્વારા હુમલો કરનારા પબુભા માણેકને જેલ ભેગા કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ હુમલાને નીંદનીય ગણાવી આ ગુનાહિત કાર્ય કરનારાને કડક સજા થવી જોઈએ તેવી માંગ લોકોએ કરી હતી.
પોરબંદર વૈષ્ણવ સાધુ સમાજની માંગ, કહ્યું- પબુભા માણેકને જેલ ભેગા કરો
પોરબંદરમાં વૈષ્ણવ સાધુ સમાજે મોરારિબાપુ પર હુમલો કરવાના પ્રયાસ બદલ પબુભા માણેકને જેલ ભેગા કરવા માટે માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકાઘીશના મંદિર ખાતે સાંસદ પૂનમ માડમની હાજરીમાં આ ઘટના બની હતી.
જગ પ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુ પર દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને સખત શબ્દોમાં તમામ લોકોએ વખોડ્યો હતો. આ સમયે ઇતિહાસવિદ નરોત્તમ પલાણ દ્વારા પણ મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસને નીંદનીય ગણાવ્યો હતો. જે બાબતે પોરબંદર અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન પોરબંદરના વૈષ્ણવ સમાજના દયારામભાઈ ગોંડલીયા, કેતનભાઇ દાણી , ડૉક્ટર કરસનદાસ દેસાણી, કલાકાર હેમંત દુધરેજીયા તથા બાપુના ચાહકોમાં મહેર અગ્રણી રાણાભાઈ સીડા સહિત મોટી સંખ્યામાં લોકોએ સખત શબ્દો પબુભા પર કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેથી ભવિષ્યમાં પણ આ પ્રકારનું કૃત્ય કોઈ ન કરે, તે ઉદાહરણ બની રહે તેમ જણાવ્યું હતું.