પોરબંદરઃ વિશ્વભરમાં કોરોના વાઈરસનો કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ તેની ઝપેટ આવી ગયો છે. જેથી દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું છે અને સૌને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે. રાજ્ય સરકાર પણ ગંભીરપણે આ નિયમોનું પાલન કરી રહી છે. જેના પગલે તંત્રએ પોરબંદરમાં માછીમારી કરીને પરત આવનાર માછીમારોને ચાલીને ઘરે જવાની મનાઈ ફરમાવી છે.
ગતરોજ શુક્રવારે માછીમારી કરીને આવનાર માછીમારો બસકે ટ્રેન સેવા બંધ હોવાના કારણે પગપાળા કરીને ઘરે જવા માટે નીકળી રહ્યાં હતાં. જેથી સરકારે લોકહિતને ધ્યાનમાં રાખને તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા વિનંતી કરી છે. સાથે જ જ્યાં સુધી સરકાર તરફથી કોઈ આદેશ ન મળે ત્યાં સુધી નિયમોનો ભંગ ન કરવા માટેની સૂચના આપી હતી.