પોરબંદર: પોલીસ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન ઓરિએન્ટ ફેકટરી પાછળ હાઇવે રોડ પર કોલીખડા ગામ તરફથી એક શંકાસ્પદ આવતા તેને રોક્યો હતો. બાઇકને રોકતા તેના પાછળના ભાગે પ્લાસ્ટીકના કેરબાઓ રાખેલા હતા. કેરબાની તપાસ કરતા તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બાઇક ચાલક જગા મેપા કોડીયાતરની ધરપકડ કરી પૂછપરછ કરતા અન્ય એક વ્યક્તિનું નામ સામે આવ્યું હતું.
પોરબંદર: ઉદ્યોગનગર પોલીસે દેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત - પોરબંદર ન્યુઝ
પોરબંદર ઉદ્યોગનગર પોલીસે બાતમીના આધારે દેશી દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર : ઉદ્યોગનગર પોલીસે દેશી દારૂનો જથ્થો પકડ્યો
ઉદ્યોગનગર પોલીસે બાઇક સહિત રૂપિયા 28 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને ઇસમો વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.