પોરબંદર: પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પોરબંદરના ખારવાવાડ શહીદ ચોક પાસેથી પલ્સર બાઇકમાં દેશી દારૂની ખેપી કરતા આરોપી કેવલ ઉર્ફે દેવજીભાઇ જુગી અને કલ્પેશ ઉર્ફે કકુ જીતુભાઇ જુગીની ઘરપકડ કરી હતી.
પોરબંદરમાં બાઇક પર દેશી દારૂની ખેપી, બે આરોપીની ધરપકડ - Porbandar
પોરબંદર પોલીસે દેશી દારૂની બાઇક પર ખેપી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 32500 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.
પોરબંદર : બાઇક પર દેશી દારૂની ખેપી કરતા બે આરોપીની ધરપકડ
આરોપીઓની તપાસ કરતા તેમની પાસેથી વગર પાસ પરમીટના એક-એક લીટરની દેશી દારૂની કોથળીઓ નંગ-100 દારૂ લીટર-100 મળી આવ્યો હતો. પોલીસે બન્નેની પૂછપરછ કરતા દારુની થેલીઓ આરોપી હરીશ વેજાભાઇ રબારીના ત્યાથી લાવી હોવાનું સામો આવ્યુ હતું.
પોલીસે દારૂની થેલીઓ મોબાઇલ અને બાઇક સહિત કુલ રૂપિયા 32500નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશનનો ગુનો નોંધી ત્રીજા આરોપીની પકડવા તજવીજ હાથ ધરી છે.