ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર ખાતે 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ - ગુજરાત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ

રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રાફિક જવાનો દ્વારા માર્ગ સલામતી જાગૃતિ અંગેની રેલી પણ યોજાઈ હતી.

પોરબંદરમાં 32 માં માર્ગ સલામતી માસનો પ્રારંભ
પોરબંદરમાં 32 માં માર્ગ સલામતી માસનો પ્રારંભ

By

Published : Jan 19, 2021, 1:33 PM IST

  • શહેરભરમાં માર્ગ સલામતી અંગે ટેમ્પલેટ વિતરણ તથા બેનરો લગાવાશે
  • લોકો માર્ગ સલામતિ વિશે વધુ જાગૃત થાય તે માટે એક માસ સુધી કાર્યક્રમ યોજાશે
  • સ્કૂલ-કોલેજોમાં અને સામાન્ય લોકોને પોલીસ અને જેસીઆઈ માહિતી અપાશે

પોરબંદર: અગાઉ વિવિધ શહેરોમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થતી હતી. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોરબંદર જિલ્લા કલેકટર ડી એન મોદી તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિકારી રવિ મોહન સૈની તથા જિલ્લા વિકાસ અધિકારી વી કે અડવાણી ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદર ખાતે 32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ
108ની કામગીરીને અધિકારીઓએ સરાહનીય ગણાવીદિવસે ને દિવસે રોડ અકસ્માતોની સંખ્યા વધતી જાય છે. ત્યારે અધિકારીઓ દ્વારા 108ની કામગીરીને સરાહનીય ગણાવી હતી. 108 દ્વારા અકસ્માતમાં અનેક લોકોનાં જીવ બચાવવામાં આવ્યા છે અને તાત્કાલિક સ્થળ પરથી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા છે. લોકોમાં જો રોડ સેફટી અંગે જાગૃતિ આવે તો હજુ પણ અકસ્માતો ઘટી શકે છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું શહેરમાં માર્ગ સલામતી ના ટેમફ્લેટ વિતરણ અને બેનરો લગાવશે

માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે ટ્રાફિક જવાનો કામગિરી કરશે. આ ઉપરાંત પોરબંદરની JCI સંસ્થા દ્વારા સ્કૂલ તથા કોલેજોમાં જઈને બાળકોને પણ આ અંગે વિવિધ સ્પર્ધાઓ દ્વારા જાગૃત કરવામાં આવશે. આ સાથે શહેરમાં ટેમ્પ્લેટ વિતરણ અને બેનરો પણ લગાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details