પોરબંદર : રાજ્યના અનેક વિસ્તારમાં કુટણખાના ઝડપાયાના સમાચાર આવતા હોય છે. જેમાં લોકો આર્થિક ફાયદા માટે સ્ત્રીના દેહ વેપાર કરતા હોય છે. ત્યારે પોરબંદર શહેરમાં પોલીસે ધમધમતું એક કુટણખાનું પકડી પાડ્યું છે. પોલીસ દરોડા કરતા દેહવિક્રયનો ધંધો કરનાર મહિલાને ઝડપી પાડી છે. તેમજ અન્ય ગ્રાહક તરીકે બે શખ્સોને રૂપિયા સાથે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસે કુટણખાનાને લઈને લોકોને એક અપીલ પણ કરી છે.
શું હતો સમગ્ર મામલો : પોરબંદરના કર્લી પુલ પહેલા આવતા મફતિયાપરા વિસ્તારમાં મકાનમાં આર્થિક ફાયદા માટે સ્ત્રીઓને બોલાવી કૂટણખાનું ચલાવાતું હતું. ગ્રાહક તરીકે પુરુષો બોલાવીને દેહવિક્રયનો ધંધો કરી સંતોકબેન નામની મહિલા કુટણખાનું ચલાવતી હતી. આસપાસનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું હતું અને તેની સીધી અસર મહોલ્લામાં પડતી હતી. પોલીસને બાતમી મળતા ડમી ગ્રાહક મોકલ્યો હતો. તેની પાસેથી મહિલાએ રૂપિયા સ્વીકારી ઘરમાં મોકલ્યા હતા. જ્યાં અન્ય ગ્રાહક તરીકે ભીખા પાંડાવદરા અને જયમલ લાખણશી મોઢવાડીયાને કુલ 6,200 રોકડ 31,200 રુપિયાના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
આ પણ વાંચો :વાપીમાં પોલીસે કૂટણખાનું ચલાવતી મહિલા સહિત 2 લોકોની કરી ધરપકડ