પોરબંદર:પોરબંદર શહેરમાંથી દર અઠવાડિયે ઉપડતી પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક ટ્રેનને આવતી 25 જુલાઇથી સુપરફાસ્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન સુપરફાસ્ટ બની જતા મુસાફરોનો આવવા તથા જવાનો ઘણો સમય બચી જશે.
ટ્રેનની સ્પીડમાં થશે વધારો:ભાવનગર રેલ્વે મંડળના સીનીયર ડીસીએમ માંશૂક અહમદના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ - પોરબંદર એક્સપ્રેસ 19 જુલાઈ 2023થી સુપરફાસ્ટ બનશે અને ટ્રેન નંબર 19202 પોરબંદર - સિકંદરાબાદ એક્સપ્રેસ 25 જુલાઈ 2023થી સુપરફાસ્ટ બનશે. આમ આ ટ્રેન પોરબંદરથી દર મંગળવારે 00:55 કલાકને બદલે 01:00 કલાકે ઉપડશે અને બુધવારે 8:00 કલાકને બદલે 7:40 કલાકે સિકંદરાબાદ પહોંચશે. વળતી દિશામાં, આ ટ્રેન સિકંદરાબાદથી દર બુધવારે 15:00 કલાકને બદલે 15:10 કલાકે ઉપડશે અને ગુરુવારે 22:05 કલાકને બદલે 21:50 કલાકે પોરબંદર પહોંચશે.