- યાત્રીઓને પ્રવાસમાં પડતી મુશ્કેલીઓમાંથી મળશે રાહત
- પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન થશે શરુ
- વેબસાઈટ પર 20 ફેબ્રુઆરીથી બુકીંગ શરુ થશે
પોરબંદર: ટ્રેન નંબર-09204 પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 23 ફેબ્રુઆરી 2021થી દર મંગળવારે 00:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 08:20 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09203 સિકંદરાબાદ-પોરબંદર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 24 ફેબ્રુઆરી 2021થી દર બુધવારે સિકંદરાબાદથી 15:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 22.05 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન રૂટમાં, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બોઇસર, વસઈ રોડ, ભિવંડી રોડ, કલ્યાણ જં., પૂણે, દૌંડ જં., સોલાપુર જંકશન, કલબુર્ગી, વાડી, તંદૂર અને બેગમપેટ સ્ટેશનો પર રોકાશે.