પોરબંદર : સરકાર દ્વારા રાહતદરે સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી અનાજનો જથ્થો આપવામાં આવે છે, પરંતુ કેટલાંક લોકો આ ગરીબોનું અનાજ અન્ય સ્થળે ઉંચા ભાવે વેચી કૌભાંડ કરી જાય છે. થોડા દિવસો પહેલા જ પોરબંદર જિલ્લાના રાણાવાવમાં અનાજનું મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. ત્યાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તા અનાજ કેન્દ્રનાં ચોખાનો મોટો જથ્થો બારોબાર વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડનો પર્દાફાશ પોરબંદર એલસીબીએ કર્યો છે.
અનાજ ભરેલો ટ્રક ઝડપાયો :આ અંગેની મળતી માહિતીના સુત્રો અનુસાર કુતિયાણાના ખાનગી હોટેલ સામે આવેલા દેવાંગી વે-બ્રિજ પાસે ટ્રક નં. GJ,25 U 3680માં અનાજનો જથ્થો ભરેલો હતો. આ જથ્થો સસ્તા અનાજનાં કેન્દ્રનો હોવાની હકીકત એલસીબી પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉદય વરૂને મળી હતી. માહિતીના આધારે પોલીસે તપાસ કરતા આ ટ્રકમાંથી સરકાર માન્ય સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી રેશનકાર્ડ ધારકોને આપવા આવતુ હતું. ટ્રકમાં ચોખાના પ્લાસ્ટિકનાં 422 કટ્ટા કુલ વજન 24 ટન કિંમત 6,72,000નો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો :Zhalawad Ginning Scam: ઝાલાવાડ જીનિંગ મંડળીનાં કૌભાંડની પોલીસ ફરિયાદ,11 કૌભાંડીઓ વિરૂદ્ધ થશે કાર્યવાહી