ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar Rain Update: બરડા પંથકમાં ધોધમાર વરસાદ, ખેતરો પાણીથી છલકાયા - gujarat monsoon

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, ત્યારે પોરબંદરનાં બરડા પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે. શનિવારની બપોર સુધી દોઢ ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પોરબંદર
પોરબંદર

By

Published : Jun 19, 2021, 5:48 PM IST

  • પોરબંદર શહેરમાં એકથી દોઢ ઇંચ વરસાદ
  • વરસાદના કારણે જનજીવનને અસર
  • ખેતરોમાં પાણી ભરાયા ખેડૂતોમાં ખુશી

પોરબંદર(Rain Update): ગુજરાતમાં અનેક શહેરોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે પોરબંદર શહેર અને જિલ્લામાં સવારથી વરસાદની એન્ટ્રી થઈ હતી. બપોર સુધીમાં પોરબંદરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે પોરબંદરના બરડા પંથકમાં વધુ વરસાદ પડતા રસ્તા પર અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.

Porbandar Rain Update

આ પણ વાંચો: RAIN NEWS: મહેસાણામાં વરસાદનું આગમન, ભારે ઉકળાટ બાદ વરસાદને લઈ ઠંડક પ્રસરી

મોઢવાડા અને અડવાણા સહિતના ગામમાં ધોધમાર વરસાદ

પોરબંદરના બરડા પંથકમાં વરસાદે ધમાકેદાર વરસવાનું શરૂ કર્યું હતું. જેમાં બગવદર મોઢવાડા અડવાણા અને સોઢાણા સહિતના ગામોમાં ચારે કોર પાણીપાણી થઈ ગયું હતું અને મોઢવાડા ગામની કેનાલમાં ઘોડાપુર અને ખેતરોમાં પાણી ભરાયા હતા. જોકે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી. પોરબંદર શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details