પોરબંદર: જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા. ત્રણે લોકોએ કોરોનાને માત આપી સ્વચ્થ થઇ ગયા છે. ત્યાર બાદ એક પણ નવો કેસ સામે આવ્યો નથી. લોકો દ્વારા લોકડાઉનનો અમલ તેમજ સોશિયલ ડીસ્ટન્સનો ઉપયોગ અને વહીવટી-પોલીસ વિભાગની સઘન દેખરેખ કાર્યવાહીના લીધે સફળતા મળી રહી છે.
પોરબંદરમાં લોકડાઉનના કડક અમલ માટેેે 1900 જવાનોનો બંદોબસ્ત - કોરોના વાઇરસ લોકડાઉન
પોરબંદર જિલ્લાને કોરોનાથી મુકત રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્રારા રાત-દિવસ કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને નિયમોનું પાલન કરાવા માટે વારંવાર સુચના આપવામાં આવી રહી છે. તેમ છતા નિયમ ભંગનો કરનાર સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 મુજબ 954 અને જાહેરનામા ભંગ અને મોટર વ્હીકલ એક્ટ-207 મુજબ કુલ 1506 કેસ કરવામાં આવ્યા છે.

પોરબંદર: લોકડાઉનના કડક અમલ માટેેે , 1900 જવાનોનો બંદોબસ્ત
જિલ્લાના પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના એન્ટ્રી પોઇન્ટ પર, ચેક પોસ્ટ પર તેમજ શહેરી અને ગ્રામ્ય માર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં પણ સઘન પેટ્રોલીંગ કરી લોકડાઉનની અમલવારી કરવા માટે 1900 થી વધુનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
જિલ્લામાં 8 ડી.વાય.એસ.પી, 11 પી.આઇ, 35 પી.એસ.આઇ, 670 હેડ કોસ્ટેબલ અને કોસ્ટેબલ, 199 હોમ ગાર્ડ, 495 જી.આર.ડી, 143 એલ.આર.ડી, 98 ટી.આર.બી, 8 ફોરેસ્ટ, આર.ટી.ઓ અધિકારી, 48 નિવૃત સૈનિક મળી કુલ 1900નો સ્ટાફ લોકડઉનમાં ફરજ બજાવી રહ્યા છે.