ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરઃ વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 1 શખ્સને ઝડપી પાડ્યો - Superintendent of Police

રાણાવાવ જરડી સીમ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં પોલિસે રેડ કરતા કુલ કિંમત રૂપિયા 91,080/-નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઈન્ગલિંશ દારૂના જથ્થા સાથે 1 શખ્સને ઝડપી પાડતી પોરબંદર પોલીસ
ઈન્ગલિંશ દારૂના જથ્થા સાથે 1 શખ્સને ઝડપી પાડતી પોરબંદર પોલીસ

By

Published : Oct 18, 2020, 10:54 PM IST

  • રાણાવાવ પોલિસે વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત કર્યો
  • પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ દ્વારા એક ઝૂંબેશનું આયોજન
  • રાણાવાવ પોલિસ દ્વારા રૂપિયા 91,080/નો વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત

પોરબંદરઃ જિલ્લાના રાણાવાવ જરડી સીમ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં પોલિસે રેડ કરતા ઢાળીયામાંથી કુલ કિંમત રૂપિયા 91,080/-નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ-જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા ઝૂંબેશનું આયોજન

પોરબંદર જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા આપેલા સૂચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ દ્વારા એક ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનના પોરબંદર સબ ઈન્સપેક્ટર બી.એસ.ઝાલા તથા વી.આર.ચોસલા તથા સ્ટાફના હેડ કોન્સટેબલ સી.ટી.પટેલ તથા જે.પી.મોઢવાડિયા અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીની રાહે હકીકત મળી હતી કે રાણાવાવ જરડી સીમ વિસ્તારમાં રહેતો લખમણ દુદાભાઈ ઓડેદરા પોતાના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે ઈન્ગલિશ દારૂનો જથ્થો રાખેલો છે.

રાણાવાવ પોલીસેે રેડ કરી

પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં આરોપી ઘરે હાજર હતો, જેને સાથે રાખી ઝડતી કરતા ઢાળીયામાંથી કુલ કિંમત રૂપિયા 91,080/-નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં આરોપીને ઝડપી પાડી પોરબંદર જિલ્લાની રાણાવાવ પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ABOUT THE AUTHOR

...view details