ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર પોલીસે પોકેટ કોપની મદદથી આઠ વર્ષ જૂનો બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો - પોરબંદર ન્યૂઝ

પોરબંદર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પોલીસે પોકેટ કોપની મદદથી આઠ વર્ષ જૂનો બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

પોરબંદર પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો
પોરબંદર પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો

By

Published : Apr 15, 2021, 10:57 PM IST

  • આરોપીએ બે બાઈક ચોરી કર્યા હતા
  • બે વર્ષ પહેલા ખાપટના માલિકનું બાઈક ચોરાયું હતું
  • બે વર્ષ પહેલાં અન્ય બાઈક બેરણ ગામના માલિકનું બાઈક ચોરાયુ હતું

પોરબંદર: જિલ્લામાં બાઈક ચોરીના ગુનાઓ વધતા પોલીસે ગુનેગારોને પકડવા માટે ખાસ ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં પોરબંદર ઉદ્યોગ નગરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ દરમિયાન 2 શખ્સો બાઈક લઈને આવતા હતા, તે સમયે તેની પૂછપરછ કરતા યોગ્ય કાગળ ન મળ્યા હતા અને પોકેટ કોપ એપમાં તપાસ કરતા બન્ને બાઈક ચોરી કરેલા હતા. આથી બાઈક સાથે બન્ને આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.

આ પણ વાંચો:જૂનાગઢ પોલીસની મોટી સફળતા, ધોળા દિવસે 3.77 લાખની લૂંટ કરનાર આરોપીને ઝડપ્યો

આઠ વર્ષ પહેલા બાઈકની ઉઠાંતરી કરી હતી

પોરબંદર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પોરબંદરના કોલીખડા તરફના રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન બાઈકચાલકો આવતા તેમને રોકવામાં આવ્યા હતા અને તેઓને પૂછપરછ કરતા ચોરીના બાઈક હોવાનું જણાયું હતું.

આ પણ વાંચો:સેલવાસ પોલીસે 103 મોબાઈલ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી

બન્ને આરોપીઓને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

બેરણ ગામના દેવશી પુંજા ખૂટી પાસેથી હીરો સ્પેલેન્ડર પલ્સ ચેસીસ નંબર MBLHAR0 7XHHD 47529 તથા ખાપટ ગામના ભુપત ઘેલા ઓડેદરા પાસેથી હીરો સ્પ્લેન્ડર પલ્સ જેના ચેસીસ નંબર MBLHA10EE89H27510 હતા. પોકેટ કોપની મદદથી બન્ને બાઈકમાં એક બાઈક 2018ના રોજ અને બીજુ બાઈક 2013માં ચોરી થયાનું જણાયું હતું. એ બન્ને આરોપીઓને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details