ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુમ થયેલી 19 વર્ષની છોકરીને ગણતરીના કલાકોમાં પોરબંદર પોલીસે શોધી - kirti mandir police station

પોરબંદરના ખારવાવાડમાં રહેતા એક યુવતી 29-03-2021ના રોજ સાંજે સાત કલાકે ઘરેથી કોઈને જાણ કર્યા વગર જતી રહી હતી. આ ઘટના અંગે યુવતીના પિતાએ પોલીસને જાણ કરતા તે કોર્ટના ગેટ પાસેથી 4 એપ્રિલના રોજ મળી આવી હતી.

ગુમ થનાર છોકરીને શોધી કાઢતી પોરબંદર પોલીસ
ગુમ થનાર છોકરીને શોધી કાઢતી પોરબંદર પોલીસ

By

Published : Apr 4, 2021, 11:05 PM IST

  • ગુમ થનાર સ્ત્રીને શોધી કાઢતી પોરબંદર પોલીસ
  • ખારવાવાડમાં રહેતી 19 વર્ષની યુવતી ગુમ થઇ જતા માતા-પિતા થયા હતા પરેશાન
  • માતા-પિતાએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી
  • પોરબંદર કોર્ટ ગેટ પાસેથી પોલીસે યુવતીને શોધી કાઢી
  • યુવતીને ગમતા યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું બહાર આવ્યું હતું

પોરબંદરઃ ખારવાવાડમાં રહેતી એક 19 વર્ષની દીકરી 29-03-2021ના રોજ કોઈને જાણ કર્યા સિવાય ઘરેથી નીકળી ગઈ હતી. તેના પિતાએ અનેક સ્થળ પર શોધખોળ કર્યા બાદ પણ દીકરી મળી ન હતી. ત્યારબાદ પિતાએ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસને આ યુવતી પોરબંદરની જૂની કોર્ટના ગેટ પાસે મળી આવી હતી. પોલીસે તેના માતા-પિતાને આ અંગે જાણ કરી હતી અને પોતે તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હોય અને તેની સાથે જ રહેવા માંગતી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃપોરબંદરમાં લોકડાઉનનો ભંગ કરનાર 77થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઇ

યુવતી એ મનગમતા યુવક સાથે લગ્ન કરી લીધા

પોરબંદરની આ યુવતી 29-03-2021ના રોજ સાંજે સાત કલાકે ઘરેથી કોઈને જાણ કર્યા વગર જતી રહી હતી. આ બાબતે અનેક સ્થળો પર તેના પિતાએ તપાસ કરી હતી, પરંતુ અંતે તેના પિતાએ પોરબંદરમાં કીર્તિ મંદિર પોલીસે સ્ટેશનમાં જાણ કરતા 4 એપ્રિલે પોલીસે આ યુવતીને જૂની કોર્ટ પાસેથી શોધી લીધી હતી. આ અંગે પૂછપરછ કરતા યુવતીએ પોરબંદરમાં રહેતા એક યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હોવાનું જણાવ્યું હતું. યુવતીની શોધખોળની કામગીરીમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીએ એચ.એલ.આહીર અને પીએસઆઇ આર.એલ.મકવાણા સહીતનો સ્ટાફ રોકાયેલો હતો.

ABOUT THE AUTHOR

...view details