ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર પોલીસે હરીશ ટોકીઝ વિસ્તારમાંથી મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો - પોરબંદરના ચોરીના સમાચાર

રાજ્યમાં ક્રાઈમ રેટ ખુબ વધી રહ્યો છે. ચોરી તો આવારા તત્વો માટે એક આવકનું સાધન બની ગયુ છે. પોરબંદરમાં પણ અવારનવાર ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે પોરબંદર પોલીસે મોબઈલ ચોરને ઝડપી પાડી સફળતા મેળવી છે. ચોરીનો ઇતિહાસ ધરાવતા આ આરોપીએ અગાઉ પણ પોરબંદના અલગ અલગ સ્થળોથી પણ મોબાઈલચોરી કર્યાની કબુલાત કરી હતી.

મોબાઈલ ચોર
મોબાઈલ ચોર

By

Published : Oct 1, 2020, 4:54 PM IST

પોરબંદર: પોરબંદરમાં અવારનવાર ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હરીશ ટોકીઝ વિસ્તારમાંથી મોબઈલ ચોરને ઝડપી પાડી સફળતા મેળવી છે. ચોરીનો ઇતિહાસ ધરાવતા આ આરોપીએ અગાઉ પણ પોરબંદના અલગ અલગ સ્થળોથી પણ મોબાઈલચોરી કર્યાની કબુલાત કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીએ પોરબંદર જિલ્લામાં બનતા ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલવા આદેશ આપ્યો હતો. જે અનુસંધાને LCB PI એમ.એન.દવેનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ સાથે પોરબંદર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. તે દરમિયાન બાતમીના આધારે શીતલા ચોક વેરાવળી માતાજીના મંદિર પાસે આરોપી મહમદ ઉર્ફે મામદો નાશીર શાહમદારને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે..

પોલીસે આરોપીની ઉંડાણપુર્વક પુછપરછ કરતાં વીવો કંપનીનો V-9 ગોલ્ડન કલરનો મોબાઇલ ફોન ૧૮ દિવસ પહેલાં રમણપાનની દુકાનના ઓટલા પાસેથી ઉપાડેલ હોવાની કબુલાત કરી હતી.. જેની કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી.તેમજ 11 દિવસ પહેલા ખાખચોકમાં ઓમજયુસની રેકડીમાંથી MI કં૫નીનો ગોલ્ડન કલરનો રેડમી નોટ ફોર મોબાઇલ ફોન ઉપાડેલ હોવાની કબુલાત પણ કરી હતી..

પોરબંદર એલ.સી.બી. PSI એન.એમ.ગઢવી , ASI રમેશભાઇ જાદવ, ASI બટુકભાઇ વિંઝુડા, HC રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, સુરેશભાઇ નકુમ PC સલીમ પઠાણ, દિલીપભાઇ મોઢવાડીયા, વગેરેની સરાહનીય કામગીરીથી ચોરને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details