ગુજરાત

gujarat

ETV Bharat / state

વ્યાજખોરોથી ત્રસ્ત અરજદારો માટે પોરબંદરમાં લોકદરબાર યોજાયો - gujarat

પોરબંદરઃ વર્તમાન સમયમાં આર્થિક સંકડામણના કારણે તથા સામાજિક જરૂરીયાતને પહોંચી વળવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અમુક લોકો પાસેથી વ્યાજે રકમ રૂપિયા લેતા હોય છે. વ્યાજે રૂપિયા આપતા અમુક લોકો જરૂરિયાતમંદ પાસેથી લોહી ચૂસી વ્યાજની ઉઘરાણી કરી બળજબરીથી મિલકત પણ પડાવી લેવા સુધીના કૃત્યો કરતા હોય છે અને કેટલાક દેવાદાર વ્યક્તિઓ આત્મહત્યા પણ કરી લેતાં હોય છે. જેને કારણે તેમના ઘર-પરિવારના સભ્યોને માથે મોટી મુશ્કેલી આવી પડતી હોય છે.

વ્યાજખોરોથી ત્રસ્ત અરજદારો માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા લોકદરબાર યોજાયોવ્યાજખોરોથી ત્રસ્ત અરજદારો માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

By

Published : Jul 10, 2019, 2:57 PM IST

તેથી આ બનાવને ધ્યાનમાં લઇને પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા શહેરના પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે આજે સવારે 10 કલાકે લોક દરબાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને 11 જેટલા અરજદારોએ પોતાની આપવીતી જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજ સિંહ ગોહિલને સંભળાવી હતી.

વ્યાજખોરોથી ત્રસ્ત અરજદારો માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

પોરબંદર જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોવાના બનાવો બન્યા છે. ત્યારે હવે પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજખોરો સામે કડક પગલા લેવામાં આવશે તેવુ પાર્થરાજ સિંહ ગોહિલે જણાવ્યું હતું.આ ઉપરાંત જાહેરમાં કોઈ રજૂઆત ન કરી શકતા હોય તો અધિક્ષકની કચેરી પર આવીને રજૂઆત કરી શકે છે તેમ પણ જણાવ્યું હતું.


ABOUT THE AUTHOR

...view details