પોરબંદર : ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી અને વહેંચણી થતી હોવાના અનેક બનાવો બન્યા છે, ત્યારે પોરબંદરમાં ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સો ઝડપતા ચકચાર મચી જવા પામી છે. રાણાવાવના ખોજાવાડમાં રહેતો અને ડ્રાઇવરનો ધંધો કરતો સાહિલ ભટી રાજકોટથી પોરબંદર તરફ આવતો હતો. ત્યારે પોલીસે બાતમી આધારે આરોપી ભટી સાથે એક કિશોરને ચોંટા ચેક પોસ્ટ પર તપાસણી કરતા તેઓ પાસેથી 5 લાખ ઉપરાંતની ડ્રગ્સ ઝડપાયું હતું.
પકડાયેલા આરોપીમાં રાણાવાવમાં ખોજાવાડ પાસે રહેતો અને ડ્રાઇવરનો ધંધો કરતો સાહિલ ભટ્ટી તેમજ તેનો સાગરીત એક કિશોર રાણાવાવથી રાજકોટ સુધી બસ અથવા ટેક્સી લઈને જાય. ત્યારબાદ રાજકોટથી મુંબઈ ફ્લાઇટમાં અથવા ટ્રેનમાં અંધેરી તેમજ ડોગરી વિસ્તારમાંથી અબ્બાસ નામના શખ્સ પાસેથી અંદાજે 60થી 70 ગ્રામ ડ્રગ્સ લઈને મુંબઈથી પરત બસમાં અથવા રેલવેથી અમદાવાદ સુધી પોતાના ગ્રાહકને ડ્રગ્સનો જથ્થો આપતા હતા. બાકીનો જથ્થો લઈ પોરબંદર સુધી આરોપીઓ બસ અથવા ટેક્સીમાં સવારી કરતા હતા. આ ગુનાના આરોપી ડ્રગ્સ વેચવાની સાથે સાથે પોતે પણ ડ્રગ્સના બંધાણી છે. આરોપીઓની કારમાંથી ત્રણ ઇન્જેક્શન લેવાની સીરીઝ મળી છે. આ આધારે કહી શકાય કે તેઓ સીરીઝ આધારિત નસો કરતા હતા.- સુરજીત મહેડુ (ગ્રામ્ય DYSP)