પોરબંદર:પોરબંદરમાં કેટલા ચોક સાંઢીયા શેરીમાં દરિયાલાલ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસ આવેલી છે. જેના માલિક પરેશભાઈ ચંદારાણા એ. તારીખ 2 મે 2023 ના રોજ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના વ્યવસાયમાં ઉપયોગમાં લેવાતો ટ્રક GJ 10 U 9615 માં ગત તારીખ 29 એપ્રિલના રોજ અંદાજે 17 લાખ જેટલા મુદામાલનો સામાન ભર્યો હતો.
કીર્તિ મંદિરના ડી સ્ટાફને બાતમી મળી હતી કે, એક ઈસમ છે જેને આ ચોરી કરેલી હોય એવી હકીકત મળી છે. જેથી અજય ઓડેદરા, જે રવિ પાર્કમાં રહે છે. પોલીસે જ્યારે એના ઘરે તપાસ કરી ત્યારે એ એના ઘરે મળી આવ્યો હતો. જ્યારે પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, તેના મામાના દીકરાને સમગ્ર મુદ્દામાલ ચોરવામાં મદદગારી કરેલી. જે ધારાગઢ ગામની સીમમાં ઉમરભાઈની વાડીમાં આ તમામ મુદ્દામાલ મૂકેલો હતો.--નીલમ ગોસ્વામી (ડીવાયએસપી, પોરબંદર)
પોલીસ ફરિયાદ થઈઃ જેના ડ્રાઇવર અમૃતલાલ જોશી તથા કીલીન્ડર સલીમ લાલાણી ટ્રકને સાંજે જુબેલી પૂલ પાસે નવી ખડપીઠ સામે જાહેર રોડ પર રાખી ઘરે જતા રહ્યા હતા. જ્યારે બીજા દિવસે તારીખ 30/ 4/ 2023 ના રોજ બપોરે બારેક વાગ્યે ટ્રક લેવા જતા તે સ્થળે ટ્રક જોવા મળ્યો ન હતો. આ વાતની જાણ માલિકને કરી હતી અને ટ્રક ગાયબ થયાની ફરિયાદમાં ટ્રાન્સપોર્ટ માલિક કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ ટ્રક સાથે દિમાગ શખ્સ ચોરી કરી જતા રહ્યા હતા.