- દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ પકડી પાડ્યો
- આરોપીને પકડી કમલાબાગ પોલીસને સોંપવામાં આવ્યો
- એલસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી
પોરબંદર : શહેરમાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.જિલ્લાના તરઘડી ગામે રામદેવપીરના મંદિર પાસેથી દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ પકડીને પોરબંદર કમલાબાગ પોલીસને સોંપવામાં આવ્યો છે.
પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ જિલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતુ. LCB PI એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ LCB PSI એન.એમ.ગઢવી એલ.સી.બી. સ્ટાફ સાથે ઓફિસે હાજર હતા.