પોરંબદર: જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી.
પોરબંદર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં 9 માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો - Porbandar crime news
પોરબંદર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રોહિબિશનના ગુન્હામાં આરોપીની ધરપકડ
જે અન્વયે LCB PI એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ LCB PSI એન.એમ.ગઢવી, એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન LCB PSI એન.એમ.ગઢવીને મળેલી ચોક્કસ માહિતી મુજબ નાસતા ફરતા આરોપી વીરા લાખાભાઇ કોડીયાતરની ધરપરડ કરી હતી. આરોપીને કોલીખડા ગામ નજીકથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.