પોરબંદર: પોરબંદર LCB PI એમ.એન.દવે તથા PSI એન.એમ.ગઢવી એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેમને જુગારીઓ વિશે બાતમી મળી હતી.
પોરબંદરના હનુમાનગઢ ગામમાંથી 5 જુગારીઓ ઝડપાયા - Porbandar police arrested 5 gamblers
પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓને ધરપકડ કરી પોરબંદર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદરના હનુમાનગઢ ગામમાંથી 5 જુગારીઓ ઝડપાયા
આ બાતમીને આધારે તેમણે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી રૂ. 10,950ના મુદ્દામાલ સાથે જુગારીઓને પકડી પાડ્યા હતા અને રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કર્યો હતો.
આ કામગીરીમાં પોરબંદર LCB PI એમ.એન.દવે, PSI એન.એમ.ગઢવી, ASI રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, તથા HC સલીમભાઇ પઠાણ, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, PC દિલીપભાઇ મોઢવાડીયા, લીલાભાઇ દાસા વગેરે દ્વારા કાર્યવાહી થઇ હતી.