પોરબંદરઃ જિલ્લામાં પ્રોહીબીશન એક્ટ હેઠળ 4 આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરીમ ખાતે મોકલાયો હતો. પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈનીની સુચના અનુસાર પ્રોહીબીશન ગુનામા સંડોવાયેલા આરોપીઓ વિરૂદ્ધ પાસા હેઠળ અટકાયતી પગલા લેવા જણાવ્યું હતું.
આ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે. સી. કોઠીયા પોરબંદર શહેરનાઓના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના PI એન. એન. રબારી તથા PSI એચ. એન. ચુડાસમાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ કલમ 66(1)બી, 65(E), 81, 98(2) મુજબના ગુના કામના આરોપી દિવ્યેશ, કલ્પેશ, કારાભાઇ અને જયેશ શાંતીલાલ ચાવડાની પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ ડી. એન. મોદી સાહેબ દ્વારા આ ઈસમોને પાસા હેઠળ અમદાવાદ, નડિયાદ, વડોદરા તથા સુરતની જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB PI એમ. એન. દવે તથા PSI એન. એમ. ગઢવીએ પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ, નડિયાદ, વડોદરા તથા સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ કામગીરી કરનારા આધિકારી/કર્મચારીઓમાં પોરબંદર LCB PI એમ. એન. દવે, PSI એન. એમ. ગઢવી તથા ASI રામભાઇ ડાકી, જગમાલભાઇ વરૂ HC સુરેશભાઇ નકુમ રોકાયેલા હતા.
10 જુલાઈ -પોરબંદર: ઉદ્યોગનગર પોલીસે દેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત
ઉદ્યોગનગર પોલીસે બાઇક સહિત રૂપિયા 28 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને ઇસમો વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
11 જુલાઈ - LCB પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી